________________
(૧૦૬) ૩-૪ લઇ નિતિ વડી નિતિની જમીન બરાબર જોયા વિના કે બરાબર પ્રમાર્યા વિના વાપરવી તે પૂર્વોક્ત રીતે ત્રી તથા ચોથા અતિચાર.
૫ પૈષધ વિધિનું વિપરિતપણું તે પાંચમે અતિ ચારે. એટલે કે સુધાદિકની પીડાથી પિષધમાં રહ્યા સતા એમ ચિંતવવું કે પૈષધ પૂર્ણ થશે એટલે આ આહાર નીપજાવીશ, આમ કરીશ. એ પ્રમાણે ચારે પ્રકારનાં પિષસંબંધી જે વિધ સ્થિતિને અગ્ય વિચારણા કરવી તે.
આ પ્રમાણેના પાંચ અતિચારે વર્જવા. આ વ્રત ઉપર શ્રી શ્રાદ્ધદિન ઇત્ય ગ્રંથમાં બહાસેનનું દષ્ટાંત છે તે આ પ્રમાણે
વાણારસી નામની નગરીમાં બહાસેન નામનો વણિફ રહેતો હતો. તેને યશોમતી નામે સ્ત્રી હતી. અન્યદા તે શ્રેષ્ઠી નગરની બહાર ઉદ્યાનમાં ગયો હતો. ત્યાં તેણે ભવ્ય જીવને ધર્મ કહેતા એક મુનિને દીઠા. તેથી તે નમસ્કાર કરી હાર્ષિત થઈને તેમની પાસે ધર્મ સાંભળવા બેઠો. મુનિ બેલ્યા- “ આ જીવ યાજજીવિત આહારને ગ્રહણ કરે છે અને ત્યાં સુધી કમને પણ ઉપાર્જે છે. પછી તે કર્મવડે મહા દુ:સહ એવા અનંત દુ:ખ સહન કરે છે, માટે બુદ્ધિવાન પ્રાણએ આહારની વૃદ્ધિ તજી દેવી.”
શ્રેણીએ કહ્યું હું શામી!આ ઉપદેશ પ્રમાણે વર્તવું ગૃહસ્થને અશકય છે. મુનિ બોલ્યા-ગ્રહસ્થને આહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com