________________
(૧૦૧) તે વખતે તેની સાથે આવેલા માણસેએ લાગ જોઇને તેનું સર્વ દ્રવ્ય ઉપાડયું અને ત્યાંથી નાશી ગયા. જ્યારે સાગર જાગ્યા ત્યારે સર્વ દ્રવ્ય ઉપડી ગયું જાણુને બહુ જ ખેદ પામ્યો. તે વિચારવા લાગ્યો-“હું તે જોવા ગયો તેજ આવ્યો! અને અત્યારે તો જે જન્મે તે થયો છું ! તે હવે મારૂં મુખ હું લોકોને કેમ બતાવી શકીશ? વળી મારે પ્રતિસ્પર્ધ્વ પવનંજયે આવ્યું હશે અને દ્રવ્ય મે. ળવીને માનનીય થયો હશે તો હું શું કરીશ ? તેપણ હવે ઘરે તો જવું અને બધા ખબર મેળવવા આવો વિચાર કરીને તે પોતાને ઘરે આવ્યા અને પોતાના માતા પિતાને સર્વ વૃત્તાંત પૂછયું, તેમણે પવનંજયે આવ્યા વિશેની તેને શ્રેણીપદ મળ્યા પયંત સર્વ વાત કહી બતાવી; અને કહ્યું“તે વખતે આગ્રહગ્રહસ્ત થઇને તે કેઈનું વચન માન્યું નહી તો તુ કેવળ પ્રયાસ કરનાર અને ઉપહાસનું પાત્ર થયે. ' આ પ્રમાણે કહેવાથી શેકાકાત થયેલા પોતાના પુને તેઓએ ફરીને કહ્યું- હજુ પણ તું ખેદ કરીશ નહીં, કેમકે જેની માનેન્નતિ થઈ હોય છે તેનોજ માનશ થાય છે અને જે પગમાં નેઉર પહેરે છે તેને જ નિગાડ (બેડી) પહેરવાને વખત આવે છે; તેમજ ચંદ્રમાને જ ક્ષય થાય છે, તારાને થતું નથી; હુંકામાં વૃદ્ધિ કે હાની મેટા પુરૂષની જ થાય છે, સામાન્ય મનુષ્યની થતી નથી, માટે તારે કાંઈ પણ ખેદ ન કરતાં આપણું ચાલુ સ્થિ. તિમાં જ આનંદ માનીને રહેવું, ” આ પ્રમાણે સાગરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com