________________
રથમાં બેસીને જાતે હતો, તેને જ આડે નડશે એટલે પવનંજયે આક્ષેપ પૂર્વક પોતાના સાથીને કહ્યું- અરે! કાણ એ રથમાં બેઠેલ છે કે જે પોતાના રથને પડખે કરીને જગ્યા આપતો નથી?' આવાં પવનંજ્યનાં વચન સાંભળીને સાગર બે - “મારે રથ શા માટે બાજુ પર થશે ? તું કાંઈ મારાથી અધિક છે ? પવનજય બા - “ ત્યારે તું શું કાંઈ મારાથી અધિક છે કે રથ બાજુ પર કરતો નથી?? આ પ્રમાણે બેસુમાર ગર્વથી તે બંને પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેથી ત્યાં ઘણા લોકો એકઠા થયા અને તે બંનેને કહેવા લાગ્યા-“તમને-સમાન કુળ જતિવાળા, એક સ્થાનકેજ ભણેલા અને મિત્રોની જેમ સરખી વયવાળાઓને આવી રીતે પરસ્પર વિવાદ કરવો યોગ્ય નથી. વળી એક જે નમે તે બીજે નમે એવી રીતિ છે, માટે તમે અમારી શિખામણ માને. પર જનેએ આ પ્રમાણે તેમને ઘણું સમ જાવ્યા, પણ તે બંને સમજ્યા નહીં. આ હકીકત તે બંનેના માતપિતાઓએ સાંભળી. એટલે તેઓ ત્યાં આવ્યા. તેમણે પિતપોતાના પુત્રને હાથ પકડી બાજુ પર લઈ જઈને ચતુરાઈ વાળી યુતિથી કહ્યું “તમને વણિક કુળમાં ઉત્પન્ન થયેલાઓને આ વિરોધ છે? આવવિધ તો વગર વિચાર્યું કરનારા ક્ષત્રિીઓને હેાય, તમારામાંથી જે નમીને મા આપશે તેના કુળ, શીલ, બળ કે યશ કાંઈ ધટવાના નથી; તે તો તમારા આવા દુરાગ્રહથીજ ઘટવાના છે, વળી આમ કરવાથી નગરના લેકે તમારા કલીનપણાને દૂષણ આપશે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com