________________
આપનારી અને રૂપલાવણ્ય સંપન્ન સજજના નામે પ્રિયા હતી અને પવનંજય નામે પુત્ર હતો. તેના ઘરનું સર્વ કાર્ય કર. . નાર, વય પાદિક વડે પવનંજયનીજ જેવો અને સર્વ કાર્યમાં વિનયવાન શેખર નામે એક પવનંજયને મિત્ર હતા,
અન્યદા જ્ઞાનગર્ભ નામના નૈમિત્તિકે રાજાને કહ્યું– આજ કાલમાં કેટલાએક દુર્નિમિત્તાને યોગ થયો છે, તેથી ઘણું પ્રાણુઓને શ્વાસ કાસાદિક વિવિધ પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થશે.” રાજાએ તેને પાછયું-“એ વ્યાધિએ કેટલા વખત સુધીમાં થશે? ” નિમિત્તિએ કહ્યું-“અનંગ ત્રયોદશી સુધીમાં થશે. ' રાજાએ મંત્રીને કહ્યું- હે મંત્રી : કેને એ વ્યથા ન થાય અને અનંગ ત્રયોદશી સુખમાં વ્યતીત થાય તેવો ઉપાય કહે,” મંત્રીએ ઉત્તર આપે-તેવા ઉપાયને માટે કામદેવને મંદિરે કામદેવ યક્ષની યાત્રા કરવા માટે અનંગ ત્રયોદશીએ જવું, તેથી વ્યાધિની ઉત્પત્તિને સંભવ નહીં રહે.' નિમિત્તિએ તે યુક્તિ પસંદ કરી એટલે રાજાએ નગરના સર્વ લેકેને કામદેવ યક્ષની યાત્ર કરવા માટે નીકળવાને હુકમ કર્યો, જેથી સર્વ લેકો સર્વ દ્ધિસમેત યાત્રા કરવા નીકળ્યા.
સની સાથે શ્રેષ્ઠી પુત્ર પવનંય પણ રથમાં બેસીને મિ તથા સ્ત્રી વિગેરેના પરિવાર સહિત યાત્રા મહોત્સવ જેવા માટે ચાલ્યો; ને નગરના દરવાજા સુધી પહોંચે એટલામાં તેના રથની આગળ દિન શ્રેણીનો પુત્ર સાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com