________________
( ૬૮ ) નથી. તેથી હે મેઘ શ્રેષ્ટિ ! મારા પૂર્વકૃત દુષ્કતને સાવધાન થઇને સાંભળ– - પૂર્વે મગધટશના રાજગૃહ નગરમાં ફરચંદ્ર નામે શ્રેષ્ઠી હતી, તેને મધુસૂદન નામે પુત્ર હતો. એકદા તેને ઘરે અવ્યક્ત લિંગવાળો કેઈ પુરૂષ ભિક્ષા લેવા માટે ગયે. એટલે કુરચંદ શેઠે હર્ષથી તેની પાસે અંકુરા ઉગેલા ધાન્ય ધર્યો. તેને નિષેધ કરીને તે પુરૂષ પાછો ચાલ્યો એટલે તેણે પૂછ્યું- આ પદાર્થો તમે કેમ ગ્રહણ કર્યા નહીં? તમે કાંઈ વ્રતધારી છે ? અવ્યક્ત લિંગી પુરૂષે કહ્યું
એને માટે મહા પ્રતિબંધ છે તેથી તે ગ્રહણ કરી શકાય તેમ નથી. આ પ્રમાણે કહીને તે પોતાને ઠેકાણે ગયા એટલે મધુસૂદને અપરહે તેની પાસે જઈને સર્વ વાત પૂછી એટલે તે બોલ્યા- મેં પૂર્વ દીક્ષા લીધી હતી અને સૂત્રાર્થના અભ્યાસ કર્યો હતો, પણ પછી પરિષહુથી છતાઇને મેં પ્રવજ્યા તજી દીધી છે. મને ધિક્કાર છે : ત્યારથી હું અવ્યક્ત લિંગ ધારણ કરીને રહું છું; શ્રાવકના બાર વ્રતને ધારણ કર્યો છે અને સિદ્ધાંતમાં કહેલા લક્ષણ યુક્ત હું સિદ્ધપુત્ર તરીકે ઓળખાઉં છું. મેં એવા વિરૂદ્ધ પદાર્થો તજી દીધા છે એનું કારણ શ્રાવકનું સાતમું વ્રત ( ગોપભેગપ્રમાણ ) છે. તેવતમાં બાવીશ અભક્ષ, બત્રીશ અનંતકાય અને જંતુ મિશ્ર ફળાદિકને ત્યાગ કરવામાં આવે છે; અને તે ઉપરાંત ભેગ પદાર્થોનું પ્રમાણ કરવામાં આવે છે. એ વ્રતનું ફળ પ્રાણીને સર્વ પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com