________________
( ૯ ). વાળે થય; ત્યાંથી મરણ પામીને તે સમસિંહ સંધર્મ દેવલેમાં દેવતા થયા અને ત્યાંથી આવીને તું પૂર્યના સામ્ય • ભાવથી આ ભવમાં રાજકુમાર જેવાં સુખને ભાજન થયે છે. અગ્નિસિંહ અશાંતાત્મભાવથી મરણ પામી દુર્ગતિમાં પરિભ્રમણ કરીને છેવટે આ ભવમાં કાસશ્વાસાદિ વ્યાધિથી પીડિત એવા આ તારે નાનોભાઈ થયેલો છે.”
આ પ્રમાણેને ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને બંને જણા જાતિસ્મરણ જ્ઞાન પામ્યા અને અલ્પકમ હેવાથી પાપકમીનો ત્યાગ કરીને જેમ આવ્યા હતા તેમ પિતાને સ્થાનકે ગયા,
પછી મેઘરથે ગુરૂ મહારાજને પૂછયું- હે પ્રભુ ! રાજ્ય અને દેશ વિગેરેના સાવકાર્યરૂપ પંકમાં અહર્નિશ ખુંચી ગયેલે હું કેવી રીતે ઉચા આવી શકીશ ? ” ગુરૂ બોલ્યા-સામાયિક વ્રતના નિરંતર કરનારા ચંદ્રાવસંતકાદ રાજાઓ રાજ્ય ભેગવતાં છતાં પણ શું સ્વર્ગ નથી ગયા ?' મેઘરથ બેલ્યો-“હે સ્વામી! તે વ્રતનું
સ્વરૂપ મને કહે.” ગુરૂ બેલ્યા-સામાયિકના બે પ્રકાર છે. એક સર્વ વિરતિ સામાયિક અને બીજુ દેશ વિરતિ સામાયિક, તેમાં સર્વ વિરતિ સામાયિક યાવજીવિત પર્યત ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવદ્ય ત્યાગ કરવા વડે અણગારને હેય છે અને દેશ વિરતિ સામાયિક એક મુહૂર્ત માત્ર સ્થિતિનુંદ્રિવિધ ત્રિવિધે સાવધ ગના પરિહારે રૂ૫ બૃહસ્થને હોય છે, તે શ્રાવકના બાર વ્રતમાં પહેલું શિક્ષાવ્રત કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com