________________
( ૯ ) છે, શ્રાવક પણ જે વખતે એ વ્રત આદરે છે ત્યારે શ્રમણની જેજ થાય છે. એ સામાયિક વારંવાર અને જ્યારે ત્યારે કરી શકાય છે. એ વ્રતના મનદુ:પ્રણિધાનાદિ પાંચ અતિચર છે તે કુરૂપ અને ધાસકાસાદિ તીવ્ર દુ:ખ સમૂહને આપનાર છે. '
આ પ્રમાણે ગુરૂ મુખે સાંભળીને ભક્તિમાન મઘરથી તેમને નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- હે પ્રભુ! મને હમણું દેશ સામાયિક આપો.” ગુરુએ તરતજ તેને યથાવિધિ સામાયિક વ્રત આપ્યું અને રાજાદિને વિશેષ પ્રકારે દશ વિરતિપણું ઉચ્ચાવ્યું. ત્યાર પછીથી મેધરથ રાજપુત્ર રાજદ્રવ્યાદિકને ક્ષણિક જાણ વારંવાર ગુરૂ મહારાજ પાસે આવી આવીને સામાયિક કરવા લાગ્યો.
જ્યપાળ ભૂપાળે મેધરલે કરેલી પિતાની અપભ્રાજનને સંભારીને તેને હણવા માટે ગુપ્તપણે મારાઓને મેકલ્યા. તેઓ કપટ શ્રાવક થઈને કુમારને વધ કરવા માટે ત્યાં આવ્યા. બધી હકીકતથી માહિતગાર થઈને જ્યારે કુમાર સામાયિકમાં સ્થિત હોય ત્યારે તેને મારવાને તેઓએ નિર્ણય કર્યો. તે વખત જોઈને તેઓ ઉદ્યાનમાં આવ્યા એટલે પહેરેગીરે રડયા, પરંતુ શ્રાવકપણું જ. ણાવવાથી તેમને અંદર જવા દીધા; અંદર જતાંજ તેઓ કુમારને મારવા માટે છરી કાઢીને દોડયા, મહા વિકાળ આકૃતિવાળા હોવાથી કૃતાંતની જેવા તેમને દીઠા છતાં પણ ધર્મધ્યાનમાં નિશ્ચળ ચિત્તવાળે કુમાર કિંચિત પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com