________________
(૭૭ ). થાય ? જે લેહથી ઉપન્ન થતા અસાદિ અરિક જીવોને વિદવંસ કરે છે તે લેહનું દાન હિતકારી કેમ કહેવાય ? જે પૃથ્વીના અંશને માટે પણ ભાઇએ ભાઇ લડી મરે છે તે પૃથ્વીનું દાન આપનાર કે લેનારનું હિત શું કરે ? ઘળી જે પૃથ્વીનું દાન વિદારણ સગર્ભા સ્ત્રીના વિદ્યારણું જેવું છે અને જેથી અનેક જીવોનું મૃત્યુ નીપજે છે તેવી પૃથ્વીનું દાન કલ્યાણકારી કેમ કહેવાય? જે તિલને વિષે અસંખ્ય ત્રસ જીવની ઉત્પત્તિ પ્રત્યક્ષ દેખાય છે તેનું દાન કુંભાર વિનાને કર્યો મનુષ્ય સવીકારે ? સર્વ પ્રકારના આરભથી નિવૃત્ત થયેલા યતિએને બીજાને સંધ પણ પીડાકારી હોવાથી વર્જિત છે તો તેવા કપાસનું દાન તેમને આપવું કેમ ઘટે ? હે નિપુણરાજ! વધારે શું કહેવું ? સચેતન સર્વ પ્રાણી સમજી શકે તેવીજ એ વાત છે કે તને પાખંડીઓએ બતાવેલા સર્વ પ્રકારના દાન કેઈપણ પ્રકારનું સરનાર કે લેનારનું હિત કરનારા નથી, પરંતુ બંનેનું અહિત કરનારા છે. વળી તમને એવા પ્રકારના દાન તમારા પિતાને હિતકારક છે એમ પુરેહિતે બતાવ્યું છે, પરંતુ અહીં એક ખાય અને બીજે તૃપ્ત થાય એમ પ્રત્યક્ષ બનતું નથી તો મૃત્યુ પામેલ પ્રાણી શી રીતે તૃપ્ત થઈ શકે? તેને તમે જ વિચાર કરે ! માટે એ સર્વ રક્ષામાં ઘી હેમવા બરાબરજ છે. એમ સમજવું. હે રાજન! પ્રાણ જે કર્મ કરે છે તે તેના કર્તાની સાથેજ ગમન કરે છે એ નિર્ણયકારક હકીકત છે, જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com