________________
(૮૨) આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને ચિત્રગુપ્તને દહાહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી ભવભ્રમણથી ભય પામીને તેણે તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. ગુરૂ મહારાજને પ્રણામ કરી રાજાદિક વિશેષ પ્રકારે ધર્મ અ ગીકાર કરી સ્વસ્થાને ગયા અને મુનિરાજે અન્યત્ર વિહાર ક, ચિત્રગુપ્ત મુનિ સાર્થક કે અનર્થક બંને પ્રકારે મન વચન કાયા સંબંધી દંડને સર્વથા તજી, મન વચન કાયાના વીર્યને સંપૂર્ણપણે ફેરવી વીર્યાચાર અને જ્ઞાનાદિ આ.. ચાને સંપૂર્ણપણે પાળીને આ ભવમાં અને પરભવમાં સુખના ભાજન થયા,
આ પ્રમાણે અનર્થ દંડને ધર્મ અને વ્યાદિકને ક્ષય કરનાર, તેમજ અનર્થ સમૂહના મહાન હેતુભૂત જાણીને પોતાની શક્તિના પ્રમાણમાં તેને સર્વથા તજી દઈ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થવું જેથી આ ભવમાં અને પરભવમાં સંપત્તિ પ્રાપ્ત થાય અને વિશ્વ માત્ર વિનાશ પામે,
eeeee૭૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com