________________
आविहिकया वरमकयं, उस्सूयवयणं भणति समयन्नु । प्रायच्छित्तं जम्हा, अकए गरुयं कये लहुयं ।।
અવિધિએ કરવા કરતાં ન કરવું સારું-એ વચનને સિદ્ધાંતના જાણકાર જ્ઞાની પુરૂષ ઉસૂત્ર વચન કહે છે, કારણ કે ન કશ્વાથી ગુરૂ પ્રાયશ્ચિત લાગે છે અને કરવાથી (કદિ અવિધિએ થાય તેપણ) લધું પ્રાયશ્ચિત લાગે છે.
આ નવમાં વ્રત ઉપર મેઘરથની કથા શ્રી શ્રાદ્ધદનેકૃત્ય ગ્રંથમાં કહેલી છે. તે આ પ્રમાણે
કલિંગદેશને વિષે અતિ રમણીક નરપુર નામનું નગર છે. તે નગરમાં જયરથ નામને પરમ શ્રાવક રાજા હતા. તે રાજાને વિજયા રાણી હતી. તેનાથી મેઘરથ નામે પુલ થયા હતા, તેણે પ્રચંડ સૂર્ય સમાન પિતાના પ્રતાપથી સર્વ પૃથ્વીને આકાંત કરેલી હતી. અન્યા રાયે ભુવનમાં રહેલા જિનભુવનમાં રાજા મહાભક્તિ પૂર્વક જિનેશ્વરની અર્ચા કરતા હતા તેવામાં દ્વારપાળે આવીને પ્રણામ પૂર્વક વિનતિ કરી =હે સ્વામી! ભાવીદેવ નામને શ્રાવક તીર્થ યાત્રા કરીને અહીં આવ્યા છે અને આપના ચય વંદના કરવાની ઈચ્છાથી હારે ઉભા છે. રાજાએ કહ્યું તેને સત્વરે પ્રવેશ કરાવ, રાજાની આજ્ઞાથી તે શ્રાવક અંદર આવ્યો અને જિનેશ્વરને વંદના કરીને રાજા પ્રત્યે કહ્યું
હે રાજન! સમેતશિખર, પુંડરીકગિરિ, ઉજજયંત પર્વત અને અન્ય તિર્થોને ચિત્યને તમે મારી વાણવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com