________________
( ૮૩ )
નવમા સામાયિક વ્રત ઉપર મેઘરથની કથા.
શ્રાવકના ખાર વ્રતમાં છેવટના ચાર શિક્ષાવ્રત છે. તેમાં પહેલુ‘ સામાયિક વ્રત છે, નિધ અને પ્રશંસા કરનાર ઉપર, સ્વજન અને પરજન ઉપર, અને માન અપમાન કરનાર ઉપર સમભાવ રાખવા તે સામાયિકનું લક્ષણ છે. તે વ્રતનુ એ ઘડી (૪૮ મીનીટ ) નું પ્રમાણ છે, તેટલા લખત સુધી મન, વચન, કાયાના યાગને સાવધ ક્રિયામાં ન પ્રવર્તાવવા એ આ વ્રતના મુખ્ય વિષય છે, એ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે તે આ પ્રમાણે
૧-૨-૩ સામાયિક કર્યા પછી મન, વચન, કાયાના યાગને માઠી રીતે પ્રવૃત્તાવવા તે ત્રણ અતિચાર ૧ મનવર્ડ શૃદ્ધિ વ્યાપારનું ચિંતવન કરવું તે, ૨ વચનવડે સાવદ્ય કર્યુંશ વચન ખેલવુ તે, ૩ કાયાત્ર પડિલેહ્યા પ્રમાાં વિનાની ભૂમિ ઉપર બેસવુ વિગેરે,
૪ સામાયિકનો કાળ પૂર્ણ થયા વિના પારવુ' અથવા અનાદપણે સામાયિક કરવુ તે અનવસ્થાન અતયાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com