________________
( ૫ ) તૈયાર ન રાખ્યા હોય અથવા વાહનાદિકના વુિં વિગેરે જુદા કરી રાખ્યા હોય તે લેવા આવનાર
સ્વત: પાછો જાય,) ૫ નહાવાના, ઉવકૃણાના તથા એવા બીજા ભાગના
પદાર્થો જરૂરીઆત કરતાં વધારે તૈયાર રાખવા તે. ( જેથી બીજો માણસ પણ તત્કાળ તેને
ઉપભાગ લેવા તૈયાર થઈ જાય.) આ પાંચ અતિચારો તજવા. આ વ્રતના સંબંધમાં શ્રી શ્રાદ્ધદિન કૃત ગ્રંથમાં ચિત્રગુપ્તની કથા કહેલી છે તે આ પ્રમાણે
કેશળા નામની નગરીમાં યશેખર નામે રાજા હતા, તેને મનોરમ ગુણવાળી મને રમા નામની પટ્ટરાણી હતી. તેના ઉદરથી પુરૂષદત્ત અને પુરૂષસિંહ નામના બે પુત્ર થયા હતા. તે રાજાને વસુ નામે પુરોહિત હતો. તેને ચિત્રગુપ્ત નામે પુત્ર હતો. તે પુત્રને કીડા કુતુહળ વિગેરે બહુજ પ્રિય હતાં, તે સર્વેએ પોતપોતાની સ્થિતિમાં ઘણે કાળ
વ્યતિક્રમા. અન્યદા રાજા સભામાં બેઠે હતા, તેવામાં અકસ્માત વાયુના પ્રકોપથી ઉપ્તન્ન થયેલા શળથી તે મૃત્યુ પામ્યો. રાજાના અકસ્માત મરણથી તેના પુત્ર તથા પરિવાર શેકશંકુથી ઘણાજ પિડિત થયા. અનુક્રમે રાજાને અગ્નિ સંસ્કાર કર્યો અને ધીમે ધીમે સૈ શેકથી વિરમ્યા, પછી મંત્રીઓએ મળીને છ પુત્રને રાજ્ય બેસાર્યો અને કનિષ્ઠ પુત્રને યુવરાજપદે સ્થાપિત કી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com