________________
( ૭ ) ચરી ગયે સતે સુપ્રભે જઈને રાજા પાસે ફરિયાદ કરી. રાજાએ તત્કાળ આરક્ષકને બોલાવીને પૂછયું–આ શે ઉપકવી કેટવાળ બેલ્યો-“હે સ્વામી! ચોરને ગંધ પણ આપણા નગરમાં નથી તો બીજું શું કહે ?' ત્યારે રાજા -
જે આપણા ગામમાં ચાર નથી તો શું એના બાપે એનું ઘર લુટયું ?કેટવાળ બેલ્યો-“સ્વામી! તે પણ ઘટે છે, કારણ કે આ સુપ્રભને અને એના બાપને બનાવ નથી. સુપ્રત્યે તેનાં આવાં વચન સાંભળીને રેષથી કહ્યું -રે કાટવાળ! એ ખાતર તે જ પાડયું છે. કોટવાળ કહે – જે એમ હોય તો તું મારું પગીરૂં બતાવ. આ પ્રમાણે બંને જણ પરસ્પર વાદે ચડવાથી સુપ્રભ બોલ્યો – જે હું ખરે તે તારૂં કેટવાળપણું છોડાવું.' કેટવાળ કહે–તારાથી બને તે કરજે, હું તારાથી ડરતે નથી.” આ પ્રમાણેના વાદવિવાદને પરિણામે સુપ્રભ પુષ્કળ ભેટયું લઈને રાજા પાસે એકાંતમાં ગયો, અને કોટવાળનું પદ મળવાની ઈચ્છા જણાવી. તેના પુષ્કળ દ્રવ્યથી વેચાયેલા રાજાએ તેને તરતજ કેટવાળપણું સોંપ્યું.
કેટવાળ (ફેજદાર) પણું મળ્યા પછી સુપ્રભ સર્વ લમાં યમરાજની જે નિર્દય થઇને વર્તવા લાગે. ચારેએ તે હકીકત જાણીને વિચાર્યું કે આ વણિક શું કરવાનું છે? એમ વિચારી રાત્રિએ તેના ઘરમાં પેસીને સુપ્રભને હણી નાંખ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com