________________
(૫૯) તથા ઉટ વિગેરેને પ્રાપ્ત કરાવે છે, છ મહિને દાંત આવે તે તે કુળમાં સંતાપ ને કળહુ ઉત્પન્ન કરે છે, અને સાતમે મહિને દાંત આવે તો તે ધન, ધાન્ય અને ગવાદિકનો વિનાશ કરે છે; માટે હે સિંધુદત્ત ! તમને જે યુક્ત લાગે તે કરે.” નિમિત્તિયાનાં આવાં વચન સાંભળી તેને વિસર્જન કરીને શેઠે પુત્રને જુદા ઘરમાં રાખે, પરંતુ ચેરેએ આવીને તે સિંધુદત્તને મારી નાખે. જ્ઞાતિવાળાએ નંદનને દુર્ભાગી જાણીને તજી દીધે; મહાકષ્ટવડે આજીવિકા ચલાવતે અનુક્રમે તે માટે થયો, અને ભિક્ષા માટે નગરમાં ભમવા લાગ્યા. અન્યદા લેકને મુખેથી પિતાને પર્વ વૃત્તાંત સાંભળીને તે બહુ ખેદ પા. ગામે ગ્રામ પર્યટન કરતાં એકદા ઉદ્યાનને વિષે તેણે દૃષ્ટિને અમૃતના અંજન જેવા અને શ્રતસમુદ્રનો પાર પામેલા . સુધર્મા નામના ગુરૂ મહારાજ જોયા. સંસાર દુ:ખથી મકાવિનારી દેશના તેમના મુખેથી સાંભળી, તેથી પ્રતિબંધ પામીને તેણે મોક્ષ સુખને આપનારી દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે અગિયાર અંગ અને કાંઈક પૂર્વગત શ્રત મેળવી પ્રાંતે એક માસનું અનશન કરીને તે નંદન મુનિ સિધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને હું આ ભવમાં રાજપુત્ર થયો છું. આ ભવમાં તારે મુખેથી નમસ્કાર મંત્ર સાંભળીને હું પ્રતિબોધ પામે, તેથી સંસારથી ભય પામન મેં તરતજ ચારિત્ર ગ્રહણ કર્યું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com