________________
(૬૧) જેવા ગૃહસ્થને તો કૃપાળુ મનવડે સર્વ દિશાએ અમનાગામનનું પ્રમાણ કરીને પોતાની ગતિનું નિયંત્રણ કરવું તેજ યુક્ત હોય તેમાં શું કહેવું ? પ્રિવિધ ત્રિવિધે એ દિશા પરિમાણ વ્રત જે પ્રાણ અંગીકાર કરે છે તે પ્રાણી
સ્થાવર અને ત્રસ સર્વ જીવોને અભયદાન આપે છે. એ વ્રતના ઉર્વ, અધ, તિર્યમ્ દિશાના પ્રમાણતિક્રમ વિગેરે પાંચ અતિચાર છે. તેને દેહ ભંગાદિ અસુખની પ્રાપ્તિ થવાને માટે ઉત્તમ પ્રાણીએ વર્જવા (લગાડવા નહીં).
આ પ્રમાણે તે મુનિને મુખેથી સાંભળીને પાપથી ભય પામી તરતજ તેં દિશા પરિમાણુવ્રત અંગીકાર કર્યું, પરંતુ પાછળથી વારંવાર પ્રમાદ વડે તેં તે વ્રતમાં અતિચાર લગાડયા. તેથી પ્રાંતે મરણ પામીને તું હીનજાતિની દેવનિકોયમાં દેવતા થયે; ત્યાંથી વીને તું આ ભવમાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો છે, પરંતુ પૂર્વ લગાડેલા વ્રતમાં અતિચાર ૨૫ પાપકર્મથી આવી ગતિભંગ સ્થિતિને પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને સાંભળતાં તે પુરૂષને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે કરીને તેણે ગુરૂ મહારાજની પાસે દિશા પરિમાણ વ્રત ગ્રહણ કર્યું અને ગુરૂને નમીને સ્વસ્થાનકે ગયો.
શિવભૂતિએ અને જે પણ દિશા પરિમાણ વ્રત અંગીકાર કર્યું અને દેવપાળ ઋષિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com