________________
સુવર્ણ અને રૂપા વિગેરેની નિમંત્રણા કરી. ક્ષેમાદિયે સુવ
દિક લીધું અને ગામ નગર વિગેરે લેવાની ના કહી. તે ઘરે આવ્યો એટલે મંદ બુદ્ધિવાળા ધરણે કહ્યું- “તમે પ્રામાદિક કેમ લીધું નહીં? પણ હા, મેં જાણ્યું તમે કદાગ્રહવશે કાંઈ લીધું નથી. ક્ષેમાદિત્ય બોલ્યો-“હે વત્સ! મારા મનમાં કિંચિત્ પણ કદાગ્રહ નથી, માત્ર ત્રત ભંગના ભયથી જ મેંગ્રહણક નથી. ધરણે કેધ વડે નિષ્ફરવાણથી કહ્યું “તેં શ્રદ્ધાથી મુગ્ધ થઈને અમને નિરંતર બાળી દીધા છે; પણ હે વૃદ્ધ થયેલા મૂર્ખ! તેં એમ કેમ ન જાણ્યું કે મેં કાળના મુખમાં પેસીને રાજાને પ્રસન્ન કર્યા હતી તે મારે બધો પ્રયાસ નિષ્ફળ કરી દીધો છે. માટે હવે સદા અનર્થ કરનારા તમારા સહવાસથી (ભેગા રહેવાથી) સર્યું. આ પ્રમાણે કહી ભાગ પાડી લઈને ધરણ નોખો થયે
પિતામાં વીરપણું માનનાર ધરણને અન્યદા રાજાએ જળ માર્ગે ચડદેશના રાજાને ભેટછું આપવા અને પ્રસન્ન કરવા માટે મોકલવા તૈયાર કર્યો, એ હકીકત જાણીને પુત્રના નેહથી ક્ષેમાદિત્યે તેને કહ્યું-“હે વત્સ! તું આવી રીતે પ્રાણ સંદેહવાળા સમુદ્રમાં પિતાને શામાટે નાંખે છે? સાંભળ! જન્મ પર્યત બહુ કલેશે કરીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું હોય તોપણ તે ભવાંતરમાં કેતુની સાથે જતું નથી. જે દ્રવ્ય સ્વજનાદિક વહેંચી લે છે કે ભગવે છે તે ધનને ઉપાર્જન કરતાં જે કઈ દુષ્કૃત ઉપાર્જન કર્યું હોય છે તે પરભવમાં પિતાને જ નિશ્ચયે ભેગવવું પડે છે, માટે તું તેવા દ્રવ્ય માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com