________________
(૫૦)
આટલે બધે પ્રયત્ન,પાપ કર્મ અને સાહસ કરવું છોડી દે.
પિતાનાં આવાં હિત વચન સાંભળી લટે કેવા યમાન થયેલો ધરણ બોલ્યો-“ જુદા થયા છતાં પણ તુ હજુ મારી કેડ કેમ છોડતો નથી?” આ પ્રમાણે કહી બહુ લોભી અને ભારે કર્મી ધરણું વહાણુમાં બેસી રસ્તે પડે અને અનુક્રમે ચડદેશને કિનારે ઉતરી તેને મુખ્ય નગરે જઈ પહોંચ્યા. ત્યાંના રાજા પાસે તેણે લાવેલું ભેટણું ધર્યું. ચડેશ બહુ પ્રસન્ન થયા અને તેણે તેને ઘણે સત્કાર કરી પિતાની તરફના ભેટશું સાથે તેને રજા આપી; ધરણ પોતાના લાવેલાજ વહાણુમાં બેસીને પાછો ફર્યો. મધ્ય સમુદ્રમાં આવતાં ઉત્કટ પવન લાગવાથી વહાણ ભાગ્યું અને તમામ દ્રવ્ય સમુદ્રમાં ડુબી ગયું. ધરણને પાટીયું હાથ લાગ્યું, તેને આધારે તરતો અને ઘણું કષ્ટ ભગવતે સાતમે દિવસે તે કિનારે નીક. સાવધ થઈને આગળ ચાલતાં એક મોટી અટવીમાં આવ્યા. ત્યાં ફળાદિ વડે પ્રાણવૃત્તિ કરતાં અને આમ તેમ ભટકતાં મેષના શૃંગવડે જમીન ખેદતા એક પુરૂષને તેણે દીઠે. તેની પાસે જઈને તેની ભક્તિ કરવાથી તેનું મન રંજીત થયું, એટલે તે ધાતુવેદીએ તેનું દારિદ્ર દૂર કરવાનું કબૂલ કર્યું. પછી તેઓએ રાત્રિએ મેષના શીંગડા વડે પૃથવી ખોદી તેમાં ઔષધીને રસ નાંખીને ધમવાવડે સુવર્ણ નિષ્પન્ન કર્યું. બીજીવાર પાછું સુવર્ણ કરવા માંડ્યું, ૧ ગુજરાત.
૨ ઘેટાના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com