________________
(૫૧)
એટલે ક્ષેત્રપાળે ક્રોધાયમાન થઇને પ્રથમ કરેલુ' સુવર્ણ ઉડાડી દીધુ અને તે તેને જુદા જુદા ફેંકી દીધા. ધરણ ધાજ વિષાદ પામીને વિચારવા લાગ્યુંા— મને અધન્યત ધિક્કાર છે; મારા આર્ભ સર્વત્ર નિષ્ફળ થાય છે એટલું જ નહીં પણ ઉલટા હું અનર્થના ભાજન થાઉં છું’ તે એક પ્રમાણે બહુ શાચ કરતા હતેા તેવામાં એક દેવતાએ પ્રગટ થઇને તેને કહ્યું—“ હું ધરણ! નિર્ધનષણાના હેતુભૂત તારા પૂર્વ જન્મના વૃત્તાંત સાંભળ
પૂર્વ તું અને હું અને મિથિલાપુરીમાં અતિ ડાહ્યા મોટા ગણાતા અને પરસ્પર સ્નેહવાળા વિણ પુત્ર હતા, પણ આપણે જે જે કાર્યમાં પ્રયાસ કરતા હતા, તે તે કાર્યમાં નિષ્ફળ થતા હતા. તેથી અને નિર્ધનપણાથી આપણે લેાકેામાં આકડાના તૂલ કરતાં પણ હુલકા પડયા. તેથી દારિક અને દુ:ખના સંતાપથી તાષિત થયા સતા પેાતાનુ ઘર છાડી દઇને આપણે બંને નધણીગ્મતા પાડાની જેમ વનમાં જઈ આમ તેમ ભટકવા લાગ્યા. તે વનમાં સ'ભૂત નામના એક મુનિ આપણને મળ્યા. તેમને નમસ્કાર પૂર્વક ભક્તિ કરીતે સ્વચ્છ મનવાળા આપણે આપણા દુ:ખનું કારણ પૂછ્યું, મુનિએ કહ્યું— લાભજ સર્વ દુ:ખની ખાણરૂપ છે, માટે તેને તજીને સર્વ સુખના કારણભૂત સતાષને અગીફાર કરે.' આ પ્રમાણેના મુનિરાજના ઉપદેશથી આપશે અનેએ પાંચમુ અણુવ્રત અંગીકાર કર્યું અને શુદ્ધપણે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com