________________
(૩૬)
વિગેરેના ઋતિક્રમાદિવડે અતિચારપણું' જાણવુ', આ વ્રત પાળવા ઉપર સુરપ્રિયનું દૃષ્ટાંત છે તે । પ્રમાણે—
આ ભરતક્ષેત્રમાં મગધદેશને વિષે રાજગૃહ નામે નગર છે ત્યાં પ્રભાસગણધરના ભાઇ યજ્ઞપ્રિય નામે શ્રાવક બ્રાહ્મણ વસતા હતા. તેને યજ્ઞયશા નામે સ્ત્રી હતી. તેને રૂપ, સાભાગ્ય અને શીળાદિક ગુણવડ દેવતાઓને પણ પ્રિય એવે સુરપ્રિય નામે પુત્ર હતા. એકદા ધર્મચિ નામના મુનેિ રાજગૃહ નગરે જતા હતા, તેમને પ્રભાસગણુધરે યજ્ઞપ્રિયને પ્રતિધ કરવા ભલામણ કરી; અનુક્રમે તે મુનિ યજ્ઞપ્રિયને ધરે આવ્યા. તેમને આવતા જોઇ સસ ભ્રમપણે ઉભા થઇને તેણે આસન આપ્યું, આસનપુર એઠા પછી તે મુનિને તેમણે વિધિ પૂર્વક વંદના કરી અને શ્રીવીર ભગવંતને પણ પરિવાર સમેત ત્યાં રહ્યા છતાં વંદના કરી,
પછી તે મુનિએ તેમને કહ્યું કે શ્રીપ્રભાસગણધરે મારે સુખે તમને કહેવરાવ્યું છે- તમે મનુષ્યાદિ મહા દુર્લભ સામગ્રી પામ્યા છે, માટે હવે ધર્મ કાર્યમાં કિચિત માત્ર પણ પ્રમાદ કરવા યુક્ત નથી.” યજ્ઞપ્રિયે આ પ્રમાણેનું સુનિનું વાક્ય 'ગીકાર કર્યું. મુનિએ પૂછ્યું- તમે વ્રતાના નિર્વાહ બરાબર કરા છે ?' યજ્ઞપ્રિયે ઉત્તર આપ્યા - તમારા પ્રસાદથી આજ સુધી તે ખરાખર નિર્વાહ્ થાય છે, પણ હવે એક ચિંતા ઉત્પન્ન થય છે કે—મારે
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com