________________
(૩૭) સુરપ્રિય નામે પુત્ર છે, તેમ સિાભાગનાં અતિશયપણાથી પગલે પગલે અનેક સ્ત્રીએ પ્રાર્થે છે, તેથી હું ભગવન! કદાપિ તે મહા નિર્મળ શીળનું ખંડન કરશે તે મારા શરરૂતુના ચંદ્રમા જેવા ઉજવળ કુળને કલંક લાગશે મુનિએ કહ્યું- હે ભદ્ર! તમે વિષાદ કરશો મહીં, એ તમારે પુત્ર કદિ પણ અકૃત્ય કરશે નહીં, કેમકે પુણ્યાનુબંધી પુણ્યના ભાવથી એ મહા મહિમાન છે.”
આ પ્રમાણે મુનિના કહેવાથી તેણે તુષ્ટમાન થઈને મુનિને પૂછ્યું—“હે ભગવન ! તેણે પૂર્વે શું સુકૃત કર્યું છે?
, મુનિ બેલ્યા-સાંભળે!વાણારશી નામની નગરીમાં પૂર્વ ભવે અરિમર્દન રાજાનો જયમાળી નામે એ પુત્ર હતો તે અન્યદો વસંતતિલક નામના ઉલ્લાનમાં ક્રીડા કરવા માટે ગયો હતો, ત્યાં તેણે અશોક વૃક્ષની નીચે કેાઈ ચારણ મુનિને દીઠા, એટલામાં કોઈ ખેરાર આકાશમાંથી નીચે ઉતયી અને મુનિને વાંદીને તેમની પાસે બેઠે. તેમની સાથે એક મહા રૂપવંત સીને જોઈને મુનિએ તેને પૂછ્યું–આ મુરૂપ સી કેણું છે? મુનિને નમીને લજજાવડે જેના સ્કંધ નમેલા છે એ તે ખેચર બોલ્યા
હે સ્વામી ! તારાચંક નામના ખેચશની આ પુત્રી છે, તે પિતાના પતિને માતંગની પુત્રી સાથે આસન થયેલ જાણી તેનાથી વિરક્ત થઈ છે અને તેણે મને સ્વામી તરીકે સ્વીકાર્યો છે. મુનિ બેલયા–“હે ભદ્ર! પ્રાણુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com