________________
વર્જી અને અનવદ્ય ભાષા બોલે ત્યારે બ્રહ્મને પ્રાપ્ત કરે, ગુરૂ મહારાજનાં આવાં વચન સાંભળીને તે પ્રત્યુતર ન દઇ શકવાથી ન રહે. અને સાગરે ગુરૂ પાસે થી અણુવ્રત અંગીકાર કર્યું. તે દિવસથી સાગર જૈનમ માં અનુરક્ત થશે અને ગ્નિશિખ ભારે કામ હેવાથી તેની નિંદા કરવામાં તત્પર થયો.
અન્યદા તે નગરના રાજાએ યજ્ઞકર્મને પ્રારંભ કરે તે અખિશિખ યાગ હોમાદિ કર્મમાં પર થયે અને તેમાં શગને હેમવાની ગોઠવણ કરી. રાજાએ દેરા પરદેશથી બીજા પણ અધ્યાપકે બોલાવ્યા હતા, સાગરે એ વાત જાણી એટલે તે સર્વ અધ્યાપકોને મળ્યો અને તેમને પોતાના વિચારમાં મેળવીને રાજા પાસે જવા તૈયાર કર્યો. પછી એ એકત્ર થઈને રાજા પાસે ગયા. સાગરે રાજાને વિજ્ઞપ્તિ કરી– યજ્ઞમાં આ રક પશુઓને શા માટે હેલ્પવા જોઈએ? કેમકે અજ શદવડે તે ત્રણ વર્ષની શાળે હેમવાની કહેલી છે, વળી તમે શું વસુ રાજાનું અને પવંતકનું વૃત્તાંત સાંભળ નથી કે જેઓ અજ શબ્દને ખોટો અર્થ કરવાથી ક્ષય (મૃત્યુ ) ને પામ્યા છે? » રાજાએ કહ્યું-“મેં તે હકીકત સાંભળી નથી; ” એટલે સાગરે સવિસ્તર તે વૃત્તાંત કહી બતાવ્યું. પછી કહ્યું કે તમારે આ વાતમાં શું ન કરવી, તે છતાં આપને પૂછવું હોય તે આ બીજા શિષ્ટ પુરૂ
૧ બકરાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com