________________
પછી તો મોહરાજાએ પોતાનું સૈન્ય મોકલી આપ્યું. જુઓ ! ચારેય કોરથી આંધી - તુફાન - વાવાઝોડા વિંટોળિયા સાથે મોહના સુભટો આવી ચડ્યા. ગુરુદેવ તો નવદીક્ષિત ત્રિપુટી સાથે કદંબગિરિ આવી ગયા શ્રી યુગાદિદેવની નિશ્રા, ગિરિરાજની છાયા, અને શાસનસમ્રાટની કૃપા... શું ચાલે મોહરાજાનું? પરમ ઉપકારી ગુરુદેવ તો સાથે જ હતા. પૂ. કમળપ્રભાશ્રીજી મહારાજ સાહેબે આવનારને પડકાર કર્યો. મેરુવતુ નિશ્ચલ રહીને, મોહના સુભટો સામે ટકકર ઝીલી. નાની વયના બંને સાધ્વી ભગવંતો પણ માતા+ગુરુ=ગુરુમાતા ને પળવાર પણ છોડવા તૈયાર ન હતા. મામા-કાકા સાથે જવા તૈયાર ન હતા. આ હતી તેઓની પ્રબળ પુણ્યની કમાણી. પૂર્વભવની જોરદાર ચારિત્રની આરાધના. સંયમના સ્વાંગ ઉતારવા તૈયાર ન હતા. આ હતી નીડરતા... સાથે મનની દ્દઢતા. ચારિત્રરૂપ રતનનું પ્રાણના ભોગે પણ જતન કરતી ત્રિપૂટીએ મોહરાજાને નમાવી દીધા. માહરાજાના સુભટો હાર્યા. અને છેલ્લે નમવું પડયું. સંસારી સગાઓ ચાલ્યા ગયા. સંયમ માર્ગ સરળ થઈ ચૂકયો.
ગુરુકુળવાસમાં પૂજયપાદ્ ગુરુદેવની નિશ્રામાં રત્નત્રયીની આરાધનાની ધૂણી ધખાવી. ગુરુ + શિષ્યા બે = ત્રિપૂટીએ અનાદિકાળના પાપોને પખાળવા માંડ્યાં. “આણા એ જ ધર્મ.” આ જ મંત્રને આત્મસાત્ કરતાં, જે જે ક્ષેત્રમાં ઝંપલાવ્યું, તે તે ક્ષેત્ર જીતતા ગયા. કયાંયે પાછી પાની નહિ. જ્ઞાન સંપાદનના સોપાન ચડતા ગયા. સાથે સાથે સમય પણ પાણીના રેલાની જેમ સરવા લાગ્યો. ગુરુમાતાની તબીયત નરમ ગરમ રહેતી હોવા છતાં, પણ બંને શિષ્યાના જીવનવિકાસમાં સક્રિય ભાગ લેતાં. અને સાંગોપાંગ પાર પામતાં. જન્મદાત્રી આ ભવના ઉપકારી, ત્યારે ગુરુ તો ભવોભવના ઉપકારી. આ જુગલ જોડીનું પુણ્ય અથાગ કે બંને ઉપકારો એક માતામાં જ રહ્યા હતા. કાળ પ્રવાહની સાથે આરાધના પણ વેગીલી થઈ ચૂકી. પૂ. ગુરુવર્યો-વડીલોની સાથે ગામોગામ વિચરવા લાગ્યાં. જુગલજોડીની વય અને સંયમના સુવાસથી હળવું કર્મ જીવો ખેંચાઈ આવતા. કેટલાય જીવદળોએ સંસાર છોડી દીધો. ગુરુસમર્પિત થઈ ગુરુકુળવાસમાં વસવાટ કર્યો. અને આજે પણ સૌ પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે.
તે કાળ કેવો? દિવસ કે રાત! કયાં ઉગે છે કયાં આથમે છે? તે ખબર પડતી નહોતી. જોતજોતામાં ૪૦ વર્ષ પૂરા થવા આવ્યાં. શિખરજીની યાત્રાની વાતો ઘણી વાર ચાલતી. તે વર્ષે ગુરુએ જ જુગલજોડીને શિખરજીના યાત્રાર્થે વિહાર કરાવ્યો. તે પણ કોણ જાણે? દેવને ન ગમ્યું. ગુરુમાતાનો અશુભ અસાતાનો ઉદય. વેગળાની વાટેથી તરત પાછા ફર્યા. ઉગ્રવિહાર કરીને ગુરુમાતાની સેવામાં હાજર. આઠ આઠ મહિના સુધી સતત આરાધના કરાવતા. સમાધિ ન તૂટે તેની સતત ખેવના. ડાબે જમણે, જમણે ડાબે - સૂર્યાતિલક, તિલકસૂયાં... જુગલજોડી... સાથે સઘળો પરિવાર પણ ખડે પગે. અંતસમય સુધી સમાધિપૂર્વક નિઝામણા. સંપૂર્ણ સમાધિએ ગુરુદેવ પરલોકવાસી થયા.
જુગલજોડીને માથે આભ તૂટી પડ્યું. અંતસમય સુધી તો બંને બેનો મનને મજબૂત કરી બેઠા હતા. જાણે ઋણ ચૂકવી રહા ન હોય. ને પછી ધીરજની પાળ તૂટી. આંખેથી અષાઢી મેહ, કોણ કોને આશ્વાસન આપે. “સૂર્યા' “તિલક' હુલામણા નામથી કોણ બોલાવશે? શિર છત્ર ગયું? અમારી સાર સંભાળ કોણ