________________
હ્રથા ો બોલ
નદીનો પ્રવાહ સતત વહેતો રહે છે. તે કોઈની ઈંતેજાર કરતો નથી. વૈશાખી વાયરાના વંટોળિયો પકડી શકાતો નથી. તે જ રીતે અનાદિકાળથી ચાલ્યો આવતો કાળનો પ્રવાહ પ્રતિસમયે વહ્યાા જ કરે છે. તે કાળ કોઈની પરવા કરતો નથી. રોક્યો રોકાતો નથી. પકડ્યો પકડાતો નથી.
કાળની સાથે ૠતુનું પરિવર્તન થયા કરે. ઋતુના પરિવર્તન સાથે જીવનનું પરિવર્તન. જયારે જીવન પરિવર્તન થતાં આ જન્મનું પણ પરિવર્તન થાય છે. આ જીવનનું અસ્તિત્વ કાળના પ્રવાહની સાથે સંકળાયેલુ છે. તે જ કાળમાં આજથી ૬૦ વર્ષ પૂર્વે શાસન સમ્રાટના આજ્ઞાવર્તી પરમ વિદુષી પૂજયપાદ્ દેવીશ્રીજી મ.સા. પરિવાર સાથે સિધ્ધગિરિમાં બિરાજમાન હતા. સંસારથી ઉધ્વિઘ્ન પામેલા કમળાબેન, નાની દીકરી તારાનું (ઉમર વર્ષ ૯) લઈને, સિધ્ધગિરિ દાદાની છાયામાં આવી વસ્યા. ઋણાનુબંધે પૂ. દેવીશ્રીજી મ.સા.નો પરિચય થયો. આરાધનાના નિમિત્તથી ભારેલા અગ્નિવતુ વૈરાગ્ય હતો, તે પ્રજ્વલિત થયો. પરમાત્માની વાણીરૂપી ઘી હોમાતુ જ ગયું. મનની સઘળી વાતો ગુરુદેવ પાસે કરી. ગુરુદેવ આશ્વાસન આપતાં કહે કે ચારિત્ર મોહનીય તૂટશે ત્યારે ચારિત્ર લેતાં વાર નહિ લાગે. મોટી દીકરી સુશીલા મોસાળમાં રહે. માની સાથે કયાંયે આવે નહિ. અને મોસાળિયા જવા પણ ન દે. કમળાબેનની ભાવના કેવી ! મારો સંસાર અકાળે મુરઝાઈ ગયો છે. તો, હવે મારી બંને દીકરીને સંસારમાં નાખવી નથી. ગુરુદેવને કહેતા... મારે બંને દીકરીઓને સાથે લઈને જ નીકળવું છે. પણ મારી ભાવના પૂરી થાય તેમ નથી. કારણ કે મોટી દીકરી સુશીલા તો મારી સાથે કયાંયે આવતી નથી. શું કરું ?
આ ભાવનામાં દિવસો વીતવા લાગ્યા. ફાગણ ગયો. ચૈત્ર પણ જોતજોતામાં ચાલી ગયો. આવી ઊભો વૈશાખ. દાદાના ધામમાં વૈશાખ સુદ-૩ અખાત્રીજ પર્વ રોકાઈ ગયા. યોગાનુયોગે અમદાવાદથી સુશીલાબેનને આવવાનું થયું. અચાનક દીકરીને જોતાં માના હૈયે ટાઢક વળી. કમળાબનને મનમાં વસી ગયું કે. આવી છે તો તક ઝડપી લઉ. પુરુષાર્થ આદર્યો. પ્રારબ્ધ સાથ આપ્યો. સુશીલાને ગુરુદેવનો પરિચય થયો. ગુરુ મનમાં વસી ગયા. ચારિત્ર મોહનીય હટી ગયું. ને ત્રણેયનો ત્રિવેણી સંગમ થતાં દીક્ષાની વાત કરી. દીકરીઓએ માતાની હામાં હા ભણી દીધી.
તે શુભદિવસ હતો પરમાત્મા મહાવીરસ્વામીનો કેવળજ્ઞાનનો. વૈશાખ સુદ-૧૦. એ કાળ-સમય કેવો સોહામણો ? સ્થાન કેવું રળિયામણું... ‘રોહિશાળા’. ગુરુદેવની પરમકૃપાએ સાપ કાંચળી ઊતારે તેમ સંસારનો શણગાર છોડી દીધા. સંયમના સ્વાંગ સજી લીધા. ધન્નાની જેમ એક જ ઝાટકે સુખ વૈભવોને છોડી દીધા. અણગાર બની.પરમાત્માના માર્ગે ગુરુવર્યોની સાથે ચાલી નીકળ્યા.
વેશપરિવર્તન સાથે નામ પણ પરિવર્તન. કમળાબેન... પૂ. કમળપ્રભાશ્રીજી મ.સા., સુશીલાબેન... પૂ. સૂર્યપ્રભાશ્રીજી મ.સા., તારાબેન... પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. નામ ધારણ કર્યુ.
(o