________________
શ્રમણ સંઘના પ્રચાર મંત્રી પંજાબ કેશરી મહારાજ શ્રી પ્રેમચંદજી મહારાજ જેઓશ્રી રાજકેટમાં પધારેલા હતા ત્યારે તેના તરફથી શાસ્ત્રોને માટે મળેલ અભિપ્રાય.
શાદ્ધાર સમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્ર વારિધિ પંડિતરાજ સ્વામીશ્રી ઘાસીલાલજી મહારાજ દ્વારા શાસ્ત્રોદ્ધારનું જે કાર્ય થઇ રહ્યું છે તે કાર્ય જેન સમાજ તેમાં ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સંસ્કૃતિની જડને મજબુત કરવાવાળું છે.
એટલા ખાતર આ કાર્ય અતિ પ્રશંસનીય છે માટે દરેક વ્યકિતએ તેમાં યથાશકિત ભેગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલ્દીથી જલ્દી સંપૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનનો લાભ મેળવી શકે.
દરીયાપુરી સંપ્રદાયના પૂજ્ય આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મહારાજ સાહેબના
સૂત્રે સંબંધે વિચારે
નમામિ વીર ગિરી સાર ધીરે પૂજ્ય પાદ જ્ઞાન પ્રવરશ્રી ઘાસીલાલજી મહારાજ તથા પંડિતશ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણુ છની સેવામાં
અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાનંદજીના ૧૦૮ પ્રણિપાત.
આપ સર્વે થાણુઓ સુખ સમાધિમાં હશે નિરંતર ધર્મધ્યાન ધર્મારાધનમાં લીન હશે.
સૂત્ર પ્રકાશન કાર્ય ત્વરીત થાય એવી ભાવના છે દશવૈકાલિક તથા આચારાંગ એક એક ભાગ અહીં છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પંડિતજનેને સુપ્રિય થઈ પડે તેવી છે. સાથે સાથે ટકા વીનાના મુળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેનો વિશેષ લાભ લઈ શકે અત્રે પૂજ્ય આચાર્ય ગુરુદેવને આંખે મોતીયે ઉતરાવ્યું છે અને સારું છે એજ. આસો સુદ ૧૦, મંગળવાર તા. ૨૫-૧૦-૫૫
પુનઃ પુનઃ શાતા ઈચ્છતે, દયા મુનિના પ્રણિપાત