________________
૧૧૨ ન આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवं विज्ञानविषयवैचित्र्यसंभवे सति संशयापनोदार्थमेकप्रदेशावगाहिग्रहणे सत्यपि शेषविशेषोपदर्शनमदोषायैवेति । अथवा एकप्रदेशावगाहिग्रहणात् परमाण्वादिग्रहण कार्मणं यावत्, तदुत्तरेषां चागुरुलघ्वभिधानात्, चशब्दात् गुरुलघूनां चौदारिकादीनोमित्येवं सर्वपुद्गलविशेषविषयत्वमाविष्कृतं भवति, तथा चास्यैव नियमार्थं 'रूपगतं लभते सर्वं' इत्येतद् वक्ष्यमाणलक्षणम5 दुष्टमेवेति, एतदेव हि सर्वं रूपगतं, नान्यद् इति, अलं प्रसङ्गेनेति गाथार्थः ॥४४॥ एवं परमावधेर्द्रव्यमङ्गीकृत्य विषय उक्तः, साम्प्रतं क्षेत्रकालावधिकृत्योपदर्शयन्नाह
परमोहि असंखिज्जा, लोगमित्ता समा असंखिज्जा।
रूवगयं लहइ सव्वं, खित्तोवमिअं अगणिजीवा ॥४५॥ व्याख्या- परमश्चासाववधिश्च परमावधिः, अवध्यवधिमतोरभेदोपचाराद् असौ परमावधिः 10 વિષયોની વિચિત્રતાનો સંભવ હોવાથી કોઈને (એકપ્રદેશાવગાઢને જે જુએ છે તે કાર્યણશરીર,
જુએ કે નહીં ? એવી) શંકા ન રહે તે માટે એકપ્રદેશાવગાહીનું ગ્રહણ કરવા છતાં કાર્મણાદિશેષ વિષયોનું ઉપદર્શન દોષ માટે નથી.
અથવા “એકપ્રદેશાવગાઢ' શબ્દથી પરમાણુ વગેરે દ્રવ્યોનું ગ્રહણ, ‘કાશ્મણશરીર’ શબ્દથી કર્મવર્ગણા સુધીનું ગ્રહણ અને કર્મવર્ગણા પછીથી લઈ અચિત્ત મહાસ્કન્ધ સુધી સર્વનું “અગુરુલઘુ 15 શબ્દથી ગ્રહણ કરેલ છે. તથા “ચ” શબ્દથી ઔદારિકાદિ ગુરુલઘુ દ્રવ્યોનું ગ્રહણ કરેલ છે. આમ
સર્વપુદ્ગલપ્રકારો અવધિના વિષય બને એ જણાય છે. અને આ વિષયોનું જ નિયમન કરવા માટે “રૂપી એવા સર્વદ્રવ્યોને જુએ છે એ પ્રમાણે આગળગાથામાં કહેલું અદુષ્ટ છે.
(કહેવાનો આશય એ છે કે અવધિજ્ઞાનમાં જીવો આટલી–આટલી વસ્તુઓને જુએ છે એવું જાણ્યા પછી નક્કી થાય છે કે ઉત્કૃષ્ટાવધિમાં જીવો સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે. આમ 20 આગળની ગાથામાં કહેલ વચન વસ્તુના નિયમ માટે નક્કી કરવા માટે) હોવાથી અદુષ્ટ છે)
કારણ કે ૪૪મી ગાથામાં કહેલા એકપ્રદેશાવગાઢાદિ સર્વદ્રવ્યો રૂપી છે. આ સિવાય કોઈ રૂપીદ્રવ્ય નથી. એટલે સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે એમ કહ્યું છે. વધુ ચર્ચાથી સર્યું. Al૪૪ll
અવતરણિકા : આ પ્રમાણે પરમાવધિનો દ્રવ્યને આશ્રયી વિષય કહ્યો. હવે ક્ષેત્ર-કાળને આશ્રયી કહે છે કે, 25 ગાથાર્થ : પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્યય ખંડોને, કાળથી અસંખ્ય ઉત્સર્પિણી–
અવસર્પિણીને, અને દ્રવ્યથી સર્વ રૂપીદ્રવ્યોને જુએ છે. તેમાં ક્ષેત્રનું પ્રમાણ અગ્નિકાયના જીવો વડે જાણવું.
ટીકાર્થ : પરમ એવો જે અવધિ તે પરમાવધિ, અવધિ–અવધિવાળાનો અભેદ ઉપચાર કરવાથી પરમાવધિ શબ્દથી પરમાવધિવાળો જ્ઞાની જાણવો. આવો તે જ્ઞાની ક્ષેત્રથી અસંખ્ય 30 ૨૩. દ્વિતીયપ્રનસમાથાનાય . ૨૪. vi . ર. ગાદ્રિના વૈશ્વિયાહારતૈનસદ: . ર૬. વિશેષ
भेदाः प्रकाराः । २७. पूर्वगाथादर्शितमेकप्रदेशावगाढादि ।