________________
૨૦૬
10
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तथा चेहौपदेशिकमेव गाथासूत्रमाह नियुक्तिकार:संसारसागराओ उब्बुड्डो मा पुणो निबुड्डिज्जा । चरणगुणविप्पी बड्ड़ सुबहुपि जाणतो ॥९७॥
पदार्थस्तु दृष्टान्ताभिधानद्वारेणोच्यते- - यथा नाम कश्चित्कच्छपः प्रचुरतृणपत्रत्मिक5 निश्छिद्रपटलाच्छादितोदकान्धकारमहाहूदान्तर्गतानेकजलचरक्षोभादिव्यसनव्यथितमानसः परिभ्रमन्कथञ्चिदेव पटलरन्ध्रमासाद्य विनिर्गत्य च ततः शरदि निशानाथकरस्पर्शसुखमनुभूय भूयोऽपि स्वबन्धुस्नेहाकृष्टचित्तः तेषामपि तपस्विनामदृष्टकल्याणानामहमिदं सुरलोककल्पं किमपि दर्शयामि इत्यवधार्य तत्रैव निमग्नः, अथ समासादितबन्धुः तद्रन्ध्रोपलब्ध्यर्थं पर्यटन् अपश्यंश्च कष्टतरं व्यसनमनुभवति स्म ।
एवमयमपि जीवकच्छपोऽनादिकर्मसन्तानपटलसभाच्छादितान्मिथ्यादर्शनादितमोऽनुगतात्. અવતરણિકા : ઉપરોક્ત ઉપદેશને જ ગાથાવડે બતાડે છે
ગાથાર્થ : સંસારસાગરમાંથી (કોઈક રીતે) તું બહાર આવેલો છે, તો હવે (ચારિત્રગુણ વિનાનો થઈને) ફરીથી સંસારસાગરમાં ડૂબતો નહીં. (કારણ કે) ચારિત્રગુણથી રહિત એવો જીવ ઘણુંબધું જાણતો હોવા છતાં ડૂબે છે.
15
ટીકાર્થ : ગાથાનો અર્થ દષ્ટાંત દ્વારા બતાવે છે. જેમ કોઈ કાચબો પુષ્કળ તણખલા અને પાંદડાઓના ઘનસમૂહથી આચ્છાદિત પાણીવાળા અને મહાઅંધકારવાળા એવા મહાદ્રહમાં રહેલા અનેક જલચર જીવોદ્વારા પરાભવાદિ દુઃખોથી વ્યથિત મનવાળો થઈને ચારે બાજુ પરિભ્રમણ કરતો કોઈક રીતે તે પાંદડાદિના સમૂહમાં છિદ્ર સુધી પહોંચ્યો અને તેના દ્વારા બહાર આવી, શરદપૂર્ણિમાના ચંદ્રકિરણોના સ્પર્શનો અનુભવ કરી, પોતાના સ્વજનો પ્રત્યેના 20 સ્નેહથી ખેંચાયેલા ચિત્તવાળો “નથી જોયેલું કલ્યાણ (સુખ) જેઓએ એવા રાંક મારા બંધુજનોને પણ હું આ દેવલોકના સુખ સમાન કંઈક સુખનો અનુભવ કરાવું,' એવું વિચારી, ફરીથી તે મહાદ્રહમાં ડૂબી, પોતાના બંધુજનોને સાથે લાવી તે છિદ્રની પ્રાપ્તિ માટે ચારેબાજુ ભમવા છતાં તે છિદ્રને નહીં જોતો તે કાચબો વધુ કષ્ટદાયી દુ:ખો અનુભવે છે.
(આશય એ છે કે મહાઅંધકારવાળા એવા દ્રહમાં પુષ્કળ જલચરજીવોના દુ:ખોથી 25 કંટાળેલો કાચબો પાંદડાદિથી સંપૂર્ણ ઢંકાયેલા મહાદ્રહમાં વચ્ચે કોઈક રીતે છિદ્ર પડવાને કારણે તે છિદ્રમાંથી પોતાનું મોં બહાર કાઢી શરદપૂર્ણિમાનાં ચંદ્રની ચાંદનીનો અનુભવ કરે છે અને વિચારે છે કે લાવ ! આવા સુખનો અનુભવ હું મારા સ્વજનોને પણ કરાવું.” એમ વિચારી ફરી તે દ્રહમાં ડૂબે છે અને અહીં આ બાજુ છિદ્ર પાછું પાંદડાઓથી ઢંકાઈ જાય છે. સ્વજનોને લઈ પાછો આ છિદ્ર ગોતે છે છતાં મળતું નથી. તેથી તે ચાદનીના સ્પર્શસુખનો 30 પોતાના સ્વજનોને અનુભવ નહીં કરાવવા બદલ તથા મોહને કારણે કાયમ માટે તે સુખના અનુભવને પોતે પણ ગુમાવવા બદલ અત્યંત દુઃખો થાય છે.
તે જ રીતે આ જીવરૂપી કાચબો પણ અનાદિકાળથી કર્મસંતાનોના સમૂહથી આચ્છાદિત,