Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 306
________________ ભાષાદિનું સ્વરૂપ (નિ. ૧૩૫) રો ૨૮૩ भासगविभासए वा वत्तीकरणे अ आहरणा ॥१३५॥ व्याख्या-तत्र 'काष्ठ' इति काष्ठविषयो दृष्टान्तः, यथा काष्ठे कश्चित् तद्रूपकारः खल्वाकारमात्रं करोति, कश्चित्स्थूलावयवनिष्पत्ति, कश्चित् पुनरशेषाङ्गोपाङ्गाद्यवयवनिष्पत्तिमिति, एवं काष्ठकल्पं सामायिकादिसूत्रं, तत्र भाषकः परिस्थूरमर्थमात्रमभिधत्ते-यथा समभावः सामायिकमिति, विभाषकस्तु तस्यैवानेकधाऽर्थमभिधत्ते-यथा समभावः सामायिकं, समानां 5 वा आयः समायः स एव स्वार्थिकप्रत्ययविधानात्सामायिकमित्यादि, व्यक्तीकरणशीलो व्यक्तिकरः, यः खलु निरवशेषव्युत्पत्त्यतिचारानतिचारफलादिभेदभिन्नमर्थं भाषते स व्यक्तिकर इति, स निश्चय-तश्चतुर्दशपूर्वविदेव, इह च भाषकादिस्वरूपव्याख्यानात् भाषादय एव प्रतिपादिता द्रष्टव्याः, कुतः ?, भाषादीनां तत्प्रभवत्वात् १। इदानीं पुस्तविषयो दृष्टान्तःयथा पुस्ते कश्चिदाकारमात्रं करोति, कश्चित् स्थूरावयवनिष्पत्ति, कश्चित्त्वशेषावयवनिष्पत्तिमिति, 10 दार्टान्तिकयोजना पूर्ववत् २। इदानीं चित्रविषयो दृष्टान्तः-यथा चित्रकर्मणि कश्चित् वर्तिकाभिराकारमात्रं करोति, कश्चित्तु हरितालादिवर्णोद्धेदं, कश्चित्त्वशेषपर्यायैर्निष्पादयति, ભાષક–વિભાષક અને વ્યક્તિકરણમાં (ટીકાકારને વિષે) જાણવા. ટીકાર્થ : અહીં “કાષ્ઠ' શબ્દથી કાષ્ઠવિષયક દૃષ્ટાંત સમજવું. જેમ લાકડાંને વિષે કોઈ ચિત્રકાર આકારમાત્રને કરે, કોઈક સ્કૂલ-અવયવોની નિષ્પત્તિ (સ્કૂલઅવયવોની કોતરણી) કરે 15. તો વળી કોઈ સંપૂર્ણ અંગોપાંગાદિ અવયવોની કોતરણીને કરે છે. તેમ અહીં કાષ્ઠ સમાન સામાયિકાદિ સૂત્ર છે. ભાષક તેનો સ્થૂલથી અર્થમાત્રને કહે જેમકે – સામાયિક એટલે સમભાવ. જયારે વિભાષક તે સૂત્રના અનેક પ્રકારે અર્થ કહે જેમકે–સામાયિક એટલે સમભાવ, અથવા સમોનો = જ્ઞાન-દર્શન–ચારિત્રનો આય (લાભ) તે સમય અને આ શબ્દને સ્વાર્થિક પ્રત્યય લાગતા સામાયિક શબ્દ બને છે વગેરે. 20 સંપૂર્ણ અર્થને પ્રગટ કરવાના સ્વભાવવાળો જે હોય તે વ્યક્તિકર કહેવાય છે. જે વળી સંપૂર્ણ એટલે વ્યુત્પત્તિ (તે તે શબ્દો કયા ધાતુ ઉપરથી બન્યા છે તે કહેવું તે વ્યુત્પત્તિ) અતિચાર - અનતિચાર – ફળ વગેરે ભેદોવડે જુદા જુદા અર્થને કહે તે વ્યક્તિકર કહેવાય છે. તે વ્યક્તિકર નિશ્ચયથી ૧૪ પૂર્વે જ હોય છે. અહીં ભાષકદિનું સ્વરૂપ કહેવાથી ભાષાદિ જ કહેવાયેલ છે એવું જાણવું, કારણ કે ભાષાદિ ભાષકાદિમાંથી જ પ્રગટ થાય છે (એટલે કે ભાષક 25. બોલે તે ભાષા.... વિભાષક બોલે તે વિભાષા..વિ.) - હવે પુસ્ત સંબંધી દષ્ટાંત કહે છે – જેમ લેપ્યકર્મ (મૂતિ)ને વિષે કોઈ વ્યક્તિ આકારમાત્રને, કોઈ સ્થૂલ અવયવોને, તો કોઈ સંપૂર્ણ અવયવોની રચના કરે છે, તેમ ભાષકાદિની દ્રષ્ટાંતિક યોજના પૂર્વની જેમ જાણી લેવી. હવે ચિત્ર વિષયક દષ્ટાંત – જેમ કોઈ ચિત્રકર્મને વિષે (ભીંતાદિ ઉપ૨) પીંછી વગેરેથી આકારમાત્રને, કોઈક તે ભીંત ઉપર આકાર સાથે હરતાળાદિના 30 રંગોનું ઉદ્દભાવન કરે છે = રંગો ઉપસાવે છે, તો કોઈક વળી સંપૂર્ણ પદાર્થોવડે સુંદર ચિત્ર બનાવે છે, તેમ ભાષકાદિની યોજના પૂર્વની જેમ જાણી લેવી. હવે શ્રીગૃહિકનું ઉદાહરણ બતાવે

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390