Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 372
________________ ક્યા તીર્થકરે કેટલા સ્થાનકો આરાધ્યા? (નિ. ૧૮૨-૧૮૩) ૩૪૯ च विवक्षितकर्मबन्धकारणमिति १९। तथा प्रवचनप्रभावनता च, सा च यथाशक्त्या मार्गदेशनेति २० । एवमेभिः कारणैः अनन्तरोक्तैः तीर्थकरत्वं लभते जीव इति गाथात्रयार्थः ॥१७९-१८०૧૮ पुरिमेण पच्छिमेण य एए सव्वेऽवि फासिया ठाणा। मज्झिमएहि जिणेहिं एक्कं दो तिण्णि सव्वे वा ॥१८२॥ गमनिका-पुरिमेण पश्चिमेन च एतानि-अनन्तरोक्तानि सर्वाणि स्पृष्टानि स्थानानि, मध्यमैर्जिनैः एकं द्वे त्रीणि सर्वाणि चेति गाथार्थः ॥१८२॥ आह—तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं। बज्झइ तं तु भगवओ तइयभवोसक्कइत्ताणं ॥१८३॥ गमनिका-तच्च तीर्थकरनामगोत्रं कर्म कथं येद्यत इति, अग्लान्या धर्मदेशनादिभिः, बध्यते 10 तत्तु भगवतो यो भवस्तस्मात् तृतीयं भवमवसl, अथवा बध्यते तत्तु भगवतस्तृतीयं भवं प्राप्य, અપૂર્વજ્ઞાન ગ્રહણ કરવાવારા શ્રત ઉપર બહુમાન રાખવું એ તીર્થકર નામકર્મનું કારણ છે. (પૂ. મલયગિરિમ.ની ટીકામાં અપૂર્વજ્ઞાનનું ગ્રહણ અને શ્રુતબહુમાન બંને જુદા જુદા કારણો કહ્યાં છે) (૧૯) પ્રવચનપ્રભાવના એટલે યથાશક્તિ માર્ગની દેશના આપવી. (૨૦) ઉપર કહેવાયેલા આ કારણોવડે જીવ તીર્થંકરપણાને પામે છે. ૧૭૯–૧૮૦–૧૮૧TI ગાથાર્થ : પહેલા અને છેલ્લા તીર્થકરે આ વિશસ્થાનકોની આરાધના કરી, મધ્યમ જિનેશ્વરોએ એક,બે,ત્રણ અથવા સર્વસ્થાનકોની આરાધના કરી. ટીકાર્થ : પહેલા અને છેલ્લા તીર્થકરોએ સર્વ સ્થાનો સ્પર્યા. મધ્યમ જિનેશ્વરોમાંથી કોઈએ એકસ્થાનકની, કોઈએ બે, કોઈએ ત્રણ, તો કોઈએ સર્વસ્થાનકોની આરાધના કરી. ૧૮૨ા ગાથાર્થ : તે જિનનામ કેવી રીતે વેદાય (અનુભવાય) ?, ગ્લાનિ વિના ધર્મદેશના વિગેરે 20 દ્વારા (વેદાય છે.) તે વળી ભગવાનના (પશ્વાસુપૂર્વીથી) ત્રીજાભવથી બંધાય છે. ટીકા : તે જિનનામ કેવી રીતે વેદાય ? ઉત્તર–ગ્લાનિ વિના ધર્મદેશના વિગેરે દ્વારા (આદિ શબ્દથી ચોત્રીશ અતિશયો, પાત્રીસગુણો વિગેરે લેવા.) વેદાય છે. (એ કર્મ બંધાય ક્યારે ?એનો જવાબ આપે છે કે, ભગવાનનો જે તીર્થકર તરીકેનો ભવ છે, તેનાથી ત્રીજાભવ સુધી (પશ્વાતુપૂર્વીએ) પાછા ફરીને બંધાય છે. (દા.ત. પ્રભુ વીરનો ૨૭મો ભવ તીર્થકરતરીકેનો 25 હોવાથી પૂર્વના ત્રીજા ભવે એટલે કે ૨૫માં ભવે તે જિનનામ બંધાય) અથવા ભગવાનનો (પશ્વાતુપૂર્વીએ) જે ત્રીજો ભવ છે, એ ભવને પામીને એટલે કે એ ભવથી માંડીને તે કર્મ બંધાય (અહીં પ્રાપ્ય શબ્દ મૂળમાં ન હોવા છતાં સમજી લેવાનો છે. હવે કોસવરૃત્તામાં શબ્દનો અર્થ કરે છે કે, ત્રીજા ભવને પામીને જે જિનનામ બંધાય છે તે કેવી રીતે બંધાય ? તેનો ઉત્તર આપે છે કે, જિનનામની સ્થિતિને અથવા 30 સંસારને અવસર્પીને બંધાય છે. 15

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390