________________
૨૯૪
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
शीलमस्येति निरुपकारी, गुरोरकृत्यकारीत्यर्थः, उपकार्यपि न सर्व एवाद्वेष्य इत्यत आहआत्मच्छन्दा आत्मायत्ता मतिर्यस्य कार्येषु असावात्मच्छन्दमतिः, स्वाभिप्रायकार्यकारीत्यर्थः, गुर्वायत्तमतिरपि न सर्व एवाद्वेष्यः अत आह— 'प्रस्थितः ' संप्रस्थितद्वितीय इति, गन्तुकामश्च गन्तुकामोऽभिधीयते यो हि सदैव गन्तुमना व्यवतिष्ठते, वक्ति च श्रुतस्कन्धादिपरिसमाप्ताववश्यमहं 5. યાયામિ, વ્ઝ વૃદ્ઘાવતિ કૃતિ, અયમયોગ્યઃ શિષ્ય કૃતિ ગાથાર્થ: ૧૩૭॥ इदानीं दोषपरिज्ञानपूर्वकत्वात् गुणा: प्रतिपाद्यन्ते
विणओणएहिं कयपंजलीहि छंदमणुअत्तमाणेहिं । आराहिओ गुरुजणो सुयं बहुविहं लहुं देइ ॥ १३८॥
व्याख्या–विनयः—अभिवन्दनादिलक्षणः तेन अवनताः विनयावनताः तैरित्थंभूतैः सद्भिः, 10 तथा पृच्छादिषु कृताः प्राञ्जलयो यैस्ते कृतप्राञ्जलयः तैः, तथा छन्दो - गुर्वभिप्रायः तं सूत्रोक्तश्रद्धानसमर्थनकरणकारणादिनाऽनुवर्त्तयद्भिः आराधितो गुरुजनः, 'श्रुतं' सूत्रार्थोभयरूपं
નિરુપકારી હોય, અર્થાત્ નિરુપકાર કરવાનો સ્વભાવ છે જેનો તે નિરુપકારી = ગુરુના વિષયમાં અકૃત્ય (ન કરવા યોગ્ય કાર્ય) કરનારો હોય. (ટૂંકમાં શ્રુતસંપદાથી યુક્ત હોવા સાથે અકૃત્ય કરનારો ન હોય એવો જ શિષ્ય ગુરુને પ્રીતિકર હોય છે.) ઉપકારી એવા પણ બધા જ શિષ્યો 15 પ્રિય બનતા નથી જો તે આત્મચ્છંદી હોય, અર્થાત્ આત્માધીન બુદ્ધિ છે કાર્યોને વિષે જેની એટલે
કે પોતાના અભિપ્રાય મુજબ જ કાર્યને કરનારો હોય. ગુરુને આધીન મતિવાળા એવા પણ સર્વ શિષ્યો પ્રિય નથી હોતા જો તે સંપ્રસ્થિતદ્વિતીય (અર્થાત્ જે બીજો સાધુ ગચ્છ છોડીને જવાનીઇચ્છાવાળો હોય તેની સાથે જનારો હોય) અને ગન્તુકામ હોય, અર્થાત્ જે હંમેશા જવાનીઇચ્છાવાળો હોય અને કહેતો હોય, “શ્રુતસ્કન્ધાદિ પૂરા થાય એટલે અવશ્ય હું જતો
20 રહીશ, કોણ અહીં રહે ?” તે શિષ્ય “ગન્તુકામ” તરીકે ઓળખાય છે. સંપૂર્ણ ગાથાનો ભાવાર્થ એ કે શ્રુતસંપદાથી રહિત, નિરૂપકારી, સ્વચ્છંદમતિવાળો, પ્રસ્થિત અને ગંતુકામ્ એવો શિષ્ય કયા ગુરુને અપ્રીતિકર બનતો નથી ? અર્થાત્ બને જ છે. આવો શિષ્ય સૂત્રાર્થદાન માટે અયોગ્ય જાણવો ||૧૩૭॥
અવતરણિકા : દોષનું જ્ઞાન હોય તો જ ગુણો જાણી શકાય છે એટલે હવે ગુણોનું 25 પ્રતિપાદન કરાય છે
ગાથાર્થ : વિનયથી નમેલા, બે હાથ જોડી પૃચ્છાદિને કરનારા અને ગુરુના અભિપ્રાયને અનુસરનારા શિષ્યોવડે આરાધિત ગુરુજન ઘણાપ્રકારનું શ્રુત શીઘ્ર આપે છે.
ટીકાર્થ : વિનય = અભિવંદનાદિરૂપ, (અભિવંદન વંદન કરવું.) તેનાવડે નમેલા તે વિનયથી નમેલા, તથા પૃચ્છાદિને વિષે (શંકિત પદાર્થ જ્યારે ગુરુમહારાજને પૂછવા જાય ત્યારે) 30 કરાયેલી છે અંજલિ જેઓવડે તેવા તથા છંદ = ગુરુનો અભિપ્રાય તેને શાસ્ત્રમાં કહ્યા મુજબ
શ્રદ્ધા સમર્થન, કરણ—કરાવણદ્વારા અનુસરનારા શિષ્યોવડે (અર્થાત્ ગુરુ જે કહે તેના પર શ્રદ્ધા,