Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 354
________________ કુલકરોના આયુષ્યસંબંધિ ચર્ચા (નિ. ૧૬૧) મીક ૩૩૧ चत्वारिंशत्तमो भागोऽवशिष्यते, यतः कृतविंशतिभागपल्योपमस्य अष्टभागे अष्टभागे इदं भवति, ततोऽपि दशभागे द्वौ जातो, गताः असंख्याताः पञ्चभागाः, अर्धाद् यदर्धं किञ्चिन्यूनं चत्वारिंशत्तमो भाग इति, उक्तं च-पलिओवमट्ठभागे सेसंमि उ कुलगरुप्पत्ती' (गाथा १५०), तत्रापि प्रथमस्य दशमभाग आयुष्कमुक्तं, तस्मिँश्चापगते विंशतितमभागद्वयस्य व्यपगमाच्छेषश्चत्वारिंशद्भागोऽवतिष्ठते. स च संख्येयतमः, ततश्च कालो न गच्छति, आह-अत एव नाभेरसंख्येयानि पूर्वाणि 5 आयुष्यकर्मिष्टं, उच्यते, इष्टमिदं, अयुक्तं चैतत्, मरुदेव्याः संख्येयवर्षायुष्कत्वात्, न हि केवल ज्ञानमसंख्येयवर्षायुषां भवतीति, ततः किमिति चेद्, उच्यते, ततश्च नाभेरपि संख्येयवर्षा તેથી પ્રથમ સિવાયના શેષ પાંચ કુલકરોનું અડધા (વીસમાં ભાગના અડધા ભાગ) એવા ૪૦માં ભાગમાં આયુષ્યની વહેંચણી કરવાની રહે. હવે શેષ પાંચ કુલકરોનું દરેકનું પલ્યા અસં ભાગપ્રમાણ આયુષ્ય ગણતા આ ૪૦માં ભાગથી અસંખ્યાત–અસંખ્યાત ભાગ ઓછા કરત 10 કુલ પાચ અસંખ્યભાગો ઓછા કરવાના રહે. અને તે પાંચ અસં ભાગો ઓછા કરવા છત કંઈકન્યૂન ૪૦ મો ભાગ બાકી રહે છે, કારણ કે કરાયેલ છે ૨૦ ભાગો જેના એવા પલ્યોપમના આઠમા ભાગે (કુલકરોનું) આયુષ્ય છે. તે આઠમા ભાગમાંથી પણ (પલ્યોપમના) દશમા ભાગમાં બે ભાગો જતાં રહ્યાં છે. (અર્થાત આઠમો ભાગ એટલે ૧૨,૫૦,000 વર્ષ, તેમાંથી પણ પ્રથમ કુલકરનું દશભાગ પ્રમાણ 15 આયુષ્ય ગણીયે તો ૧૦ લાખ વર્ષ થાય અને આ ૧૦ લાખ વર્ષ એટલે વીસ–વસના બે ભાગ થાય છે અને અડધામાંથી બીજા પાંચ અસંખ્યાતભાગો પણ બાદ કરતાં જે અડધું કંઈકન્યૂન તે ૪મો ભાગ થયો. ૪૦મો ભાગ એ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ છે. તેમાંથી પાંચ અસંખ્યાતભાગો બાદ કરવા છતાં કાળ પૂરો થતો નથી, અર્થાત્ કાળ બાકી રહી જાય છે. (ટૂંકમાં ૧ પલ્યોપમનો ૮મો ભાગ કુલ કુલકર કાળ છે = P/8. પ્રથમ કુલકરનું આયુ 20 P/10 છે એટલે બાકીનાનો કાળ P/8 – P/10 = P/40 રહ્યો. હવે જો તે બધાનું આયુ પલ્યો નો અસં.મો ભાગ હોય તો તેનો સરવાળો પણ પલ્યો.નો અસંમો ભાગ જ થાય. જયારે ઉપરની ગણતરીમાં પલ્યો.નો ચાલીસમો ભાગ એટલે કે સંખ્યાતમો ભાગ બાકી રહે છે, જે અસંખ્યાતમા ભાગ કરતાં મોટો હોય તેથી કાળ પૂરો ન થાય.). શંકા : (અન્યાચાર્યો) એટલે જ અમે નાભિકુલકરનું અસંખ્યયપૂર્વ જેટલું આયુષ્ય કહીએ 25 છીએ. (તેથી પાંચ અસંખ્યય ભાગો બાદ કર્યા પછી જે કાળ બાકી રહે છે તે ૭માં કુલકરનું આયુષ્ય જાણવું. જે અસંખ્યય પૂર્વ જેટલું હોય છે.) સમાધાન : આ વાત તમને ઇષ્ટ છે પણ અયુક્ત છે કારણ કે મરુદેવીનું સંખ્યાતવર્ષનું આયુષ્ય હતું. તેનું કારણ એ છે કે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને મરુદેવીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે જ બતાવે છે કે તેમનું આયુષ્ય સંખ્યયવર્ષનું હતું. 30 શંકા : મરુદેવીનું આયુષ્ય સંખ્યાતવર્ષનું હોય, તેનાથી અહીં તમારે શું કહેવું છે ? * Bતિ | + ofમg 1

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390