________________
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
$
दान्तिकयोजना पूर्ववत् ३ । श्रीगृहिकोदाहरणं - श्रीगृहं- भाण्डागारं तदस्यास्तीति 'अत इनिठनौ' ( ५-२-११५ ) इति ठनीकादेशे च कृते श्रीगृहिक इति भवति, तद्दृष्टान्तः तत्र कश्चिद् रत्नानां भाजनमेव वेत्ति - इह भाजने रत्नानीति, कश्चित्तु जातिमाने अपि कश्चित्पुनर्गुणानपि एवं प्रथमद्वितीयतृतीयकल्पा भाषकादयो द्रष्टव्या: ४। तथा 'पोंडं' इति पुण्डरीकं पद्मं तद् 5 यथेषद्भिन्नार्धभिन्नविकसितरूपं त्रिधा भवति, एवं भाषादि विज्ञेयं ५ । इदानीं देशिकविषयमुदाहरणंदेशनं देशः कथनमित्यर्थः, तदस्यास्तीति देशिकः - यथा कश्चिद्देशिकः पन्थानं पृष्टः दिङ्मात्रमेव कथयति, कश्चित् तद्व्यवस्थितग्रामनगरादिभेदेन, कश्चित् पुनस्तदुत्थगुणदोषभेदेन कथयतीति, दान्तिकयोजना पूर्ववत् ज्ञेया ६ । एवमेतानि भाषकविभाषकव्यक्तिकरविषयाण्युदाहरणानि प्रतिपादितानि इति गाथार्थः ॥ १३५ ॥
इत्थं तावद्विभाग उक्तः, इदानीं द्वारविधिमवसरप्राप्तं विहाय व्याख्यानविधिं प्रतिपादयन्नाह . गोणी १ चंदणकंथा २ चेडीओ ३ सावए ४ बहिर ५ गोहे ६ । टंकणओ ववहारो ७, पडिवक्खो आयरियसीसे ॥१३६॥
10
૨૮૪
છે. તેમાં શ્રીગૃહ એટલે ભાંડાગાર(રત્નોનો ભંડાર), તે છે જેને તે શ્રીગૃહિક, તેનું દૃષ્ટાંત આ પ્રમાણે—તેમાં કોઈક રત્નોના ભાજનને જ જાણે છે અર્થાત્ આ ભાજનમાં રત્નો છે એટલું જ 15 જાણે, તે રત્નોની કોઈ વિશેષતા ન જાણે. કોઈક ભાજનમાં રહેલ રત્નોમાં કયા રત્નો જાતિમાન (ઉચ્ચ કોટિના) છે તે પણ જાણે છે, તો કો'ક રત્નોના ગુણોને (અર્થાત્ આ રત્ન વિષને હરે વિ... ગુણોને) પણ જાણે છે. એમ પહેલા–બીજા અને ત્રીજા પુરુષ સમાન ભાષકાદિ પણ સમજી લેવા.
‘પોંડ’ શબ્દથી પુંડરિક કમળ જાણવું. તે જેમ કંઈકખીલેલું, અર્ધખીલેલું અને સંપૂર્ણખીલેલું 20 એમ ત્રણ પ્રકારે હોય છે, તેમ ભાષા કંઈકખીલેલા કમળ જેવી, વિભાષા અર્ધખીલેલા કમળ જેવી, અને વાર્તિક સંપૂર્ણવિકસેલા કમળ જેવી જાણવી.
હવે દેશિક સંબંધી ઉદાહરણ કહે છે. દેશ એટલે દેશન અર્થાત્ કથન, તે છે જેને તે દેશિક અર્થાત્ કહેનાર. જેમ કો'ક દેશિક માર્ગ પૂછાતા માત્ર દિશા કહે છે, કો'ક વળી તે માર્ગમાં રહેલા ગામ—નગરોની માહિતી આપવા દ્વારા માર્ગ બતાવે છે, તો કો'ક એનાથી પણ 25 આગળ વધી કહે છે, કે આ માર્ગથી જશો તો આટલા ફાયદા અને આટલા નુકસાન થશે (જેમ
કે ચોર વિ.નો ભય..) એમ ભાષકાદિમાં પણ યોજના કરી લેવી, અર્થાત્ ભાષાદિ ક્રમથી વધારે—વધારે સ્પષ્ટ સ્પષ્ટતર અર્થ કહે છે. આ પ્રમાણે ભાષક–વિભાષક અને વ્યક્તિકર સંબંધી ઉદાહરણો કહ્યા. ૧૩૫॥
અવતરણિકા : આમ ગા.નં. ૧૨૮માં કહેલ વિભાગદ્વાર પૂર્ણ થયો. હવે તે ગાથામાં 30 બતાવેલ, અને (વિભાગ પછી તેનો ક્રમ હોવાથી) અવસર પ્રાપ્ત એવી દ્વારવિધિને છોડી
વ્યાખ્યાનવિધિનું પ્રતિપાદન કરે છે
ગાથાર્થ : પ્રતિપક્ષ સહિત આચાર્ય અને શિષ્યના વિષયમાં ગાય, ચંદનકંથા, બે પુત્રીઓ, શ્રાવક, બહેરો, ગોદોહક અને ટંકણક વ્યવહાર એમ સાત ઉદાહરણો જાણવા.