________________
૨૫૮ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रवचनविशेषरूपत्वेन प्रवचनत्वोपपत्तेः । आह-यद्येवं विभागश्चेति द्वारोपन्यासानर्थक्य, न, विभागश्चेति किमुक्तं भवति ? नाविशेषेणैकार्थिकानि वक्तव्यानि सामान्यविशेषरूपस्यापि प्रवचनस्य-पञ्चदशेति, किं तर्हि ?-विभागश्च वक्तव्यः, विशेषगोचराभिधानपर्यायाणां
सामान्यगोचराभिधानपर्यायत्वानुपपत्तेः, न हि चूतसहकारादयो वृक्षादिशब्दपर्याया भवन्ति, लोके 5 તથા દBત્વીદ્ રૂતિ થાર્થ: ૨૨
द्वितीयगाथाव्याख्या-श्रुतस्य धर्मः-स्वभावः श्रुतधर्मः, बोधस्वभावत्वात् श्रुतस्य धर्मो बोधोऽभिधीयते, अथवा जीवपर्यायत्वात्, श्रुतस्य श्रुतं च तद्धर्मश्चेति समासः, सुगतिधारणाद्वा श्रुतं धर्मोऽभिधीयते, 'तीर्थं' प्राक्निरूपितशब्दार्थं, तच्च संघ इत्युक्तं, इह तु तदुपयोगानन्यत्वात्
प्रवचनं तीर्थमुच्यते, तथा मृज्यते-शोध्यते अनेनात्मेति मार्गः, मार्गणं वा मार्गो, अन्वेषणं 10 (આશય એ છે કે સૂત્ર–અર્થ પણ પ્રવચનરૂપ જ હોવાથી ‘પ્રવચનના એકાર્થિક નામો’ એ દ્વારમાં
જ સૂત્રના એકાર્થિકનામો અને અર્થના એકાર્થિકનાઓ’ આવી જશે. પછી એકાર્થિકવિભાગ નામના જુદા દ્વારમાં કશું કહેવાનું નહીં રહે.)
સમાધાનઃ ‘વિભાગ' દ્વાર નિરર્થક નથી કારણ કે તેમાં સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા એવા પણ પ્રવચનના આ પંદર એકાર્થિક નામો કહેવાના નથી, પરંતુ તેમાં વિભાગ બતાવવો 15 છે કારણ કે વિશેષ વિષયવાળા નામોના પર્યાયવાચી શબ્દો સામાન્ય વિષયવાળા નામોના
પર્યાયવાચી શબ્દો બની શકતા નથી. જેમ ચૂત–સહકાર વગેરે આમ શબ્દના પર્યાયવાચી શબ્દો વૃક્ષાદિશબ્દોના પર્યાયવાચી બની શકતા નથી, કારણ કે લોકમાં તેવા પ્રકારનો એટલે કે વૃક્ષને સહકાર તરીકે ઓળખવાનો વ્યવહાર થતો નથી પણ વૃક્ષને ઝાડ તરીકે ઓળખવાનો વ્યવહાર
ચાલે છે. તેજ રીતે સૂત્ર-તંત્ર–ગ્રંથાદિ તથા અનુયોગ–નિયોગાદિ સૂત્ર–અર્થના પર્યાયવાચી શબ્દો 20 પ્રવચનના પર્યાયવાચી બની શકતા નથી, કારણ કે ‘પ્રવચન' એ સામાન્ય શબ્દ છે જ્યારે સૂત્ર
અર્થ વિશેષશબ્દો છે. તેથી શ્રતધર્મ—માર્ગ–તીર્થાદિ એ પ્રવચનરૂપ સામાન્ય શબ્દના પર્યાય (એકાર્થિક) નામો છે અને સૂત્ર-તંત્ર–ગ્રંથાદિ તથા અનુયોગ-નિયોગાદિ ક્રમશઃ સૂત્ર અને અર્થ રૂપ વિશેષશબ્દના પર્યાયનામો છે. એ પ્રમાણે વિભાગ ગ્રંથકારશ્રીએ દેખાડવા વિભાગદ્વારનો
ન્યાસ કરેલ છે. (૧૨૯ 25 બીજી ગાથાની વ્યાખ્યા : શ્રુતનો ધર્મ = સ્વભાવ તે શ્રતધર્મ. શ્રુતનો સ્વભાવ બોધ
છે એટલે ધર્મ તરીકે બોધ કહેવાય છે, અર્થાત્ શ્રત વ્યક્તિને જ્ઞાન કરાવતું હોવાથી શ્રુતનો જ્ઞાન એ સ્વભાવ છે. તેથી શ્રતધર્મ તરીકે જ્ઞાન જાણવું અથવા શ્રત એ જીવનો પર્યાય હોવાથી, શ્રુત એ જ ધર્મ અથવા ધૃતરૂપ ધર્મ તે મૃતધર્મ, શ્રુત જીવને સુગતિમાં લઈ જતું હોવાથી
તે ધર્મરૂપ છે. તથા તીર્થ કે જેનો શબ્દાર્થ પૂર્વે બતાવેલ છે તે તીર્થ તરીકે પૂર્વે સંઘ ગ્રહણ 30 કર્યો હતો.
- અહીં સંઘના ઉપયોગથી અભિન્ન હોવાથી પ્રવચનને પણ તીર્થ કહેવાય છે. તથા જેના વડે આત્મા શોધાય તે માર્ગ. અથવા માર્ગણ એટલે માર્ગ અર્થાત્ કલ્યાણની ગવેષણ કરવી