________________
૨૩૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) शय्यातरराजपिण्डद्वारम्, -पिण्डग्रहणमुभयत्र संबध्यते, तत्र शय्यातरपिण्डे स्थिता एव, शय्यातरपिण्डो हि यथा पुरिमपश्चिमतीर्थकरसाधूनां अकल्पनीयः, एवं मध्यमतीर्थकरसाधूनामपि ३ । राजपिण्डे चास्थिताः, कथम् ?-स हि पुरिमपश्चिमतीर्थकरसाधूनामग्राह्य एव, मध्यमानां तु दोषाभावात्
गृह्यते ४ । तथा कृतिकर्म वन्दनमाख्याते, तत्रापि स्थिताः, कथम् ? यथा पुरिमपश्चिमतीर्थकरसाधूनां 5 प्रभूतकालप्रव्रजिता अपि संयत्यः पूर्वं वन्दनं कुर्वन्ति, एवं तेषामपि, यथा वा क्षुल्लका
ज्येष्ठार्याणां कुर्वन्ति, एवं तेषामपि ५ । व्रतानि प्राणातिपातादिनिवृत्तिलक्षणानि तेष्वपि स्थिता एव, यथा पुरिमपश्चिमतीर्थकरसाधवः व्रतानुपालनं कुर्वन्ति, एवं तेऽपीति, आह-तेषां हि मैथुनविरतिवानि चत्वारि व्रतानि, ततश्च कथं स्थिता इति, उच्यते, तस्यापि परिग्रहेऽन्तर्भावात्
स्थिता एव, किन्तु पुरिमपश्चिमतीर्थकरसाधूनां उपस्थापनया ज्येष्ठः, तेषां तु सामायिकारोपणेनेति 10 ७ । तथा प्रतिक्रमणे अस्थिताः, पुरिमपश्चिमसाधूनां नियमेनोभयकालं प्रतिक्रमणं, तेषां तु
મધ્યમ અને વિદેહના તીર્થકરોના સાધુઓમાં જે સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય તે સાધુને જ કલ્પ નહીં, અન્ય સાધુઓને કહ્યું. આમ ઔદેશિકમાં પણ મધ્યમ અને વિદેહના સાધુઓનો આચાર સમાન નથી. શય્યાતર અને રાજપિંડ ને તેમાં પિંડ શબ્દ શય્યાતર અને રાજ બંને શબ્દો સાથે
જોડવો. શય્યાતરપિંડરૂપ આચારમાં સમાનતા જ છે. કારણ કે મહાવિદેહ અને ભરત બંને 15 ક્ષેત્રના સાધુઓને શય્યાતરપિંડ કલ્પતો નથી. રાજપિંડ આચારમાં અસમાન છે, કારણ કે પહેલાછેલ્લા તીર્થના સાધુઓને તે રાજપિંડ ગ્રાહ્ય હોય છે.
કૃતિકર્મ એટલે વંદન. આ આચાર પણ એક સરખો જ છે, કારણ કે જેમ પહેલા–છેલ્લા તીર્થના સાધુઓને લાંબાકાળના દીક્ષા પર્યાયવાળા પણ સાધ્વીજીઓ વંદન કરે છે, તેમ મધ્યમ
અને વિદેહના સાધુઓને પણ સાધ્વીજીઓ વંદન કરે છે. અથવા નાના સાધુઓ પર્યાયમાં મોટા 20 સાધુઓને જેમ વંદન કરે છે, તેમ મધ્યમ અને વિદેહમાં પણ વંદનવ્યવહાર સરખો છે.
પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ વ્રતોને આશ્રયી પણ એક સરખો આચાર છે. જેમ પહેલા–છેલ્લા તીર્થના સાધુઓ વ્રતનું અનુપાલન કરે છે, તેમ તે લોકો પણ વ્રતોનું અનુપાલન કરે છે.
શંકા : મધ્યમતીર્થ અને મહાવિદેહતીર્થના સાધુઓને મૈથુનવિરતિ છોડી ચાર જ વ્રતો હોય છે જયારે બીજાઓને પાંચ વ્રતો છે તો વ્રતને આશ્રયી બંને સમાન છે એવું કેમ કહેવાય ?
સમાધાન : મધ્યમતીર્થ અને મહાવિદેહના સાધુઓને જો કે ચાર વ્રતો છે. છતાં મૈથુનવિરતિરૂપ ચોથું વ્રત પરિગ્રહમાં જ સમાઈ જાય છે કારણ કે પરિગૃહીત નહીં કરાયેલી સ્ત્રી ભોગવવી શક્ય નથી.) આમ ચોથું વ્રત પાંચમામાં જ સમાઈ જતું હોવાથી તેઓને પરમાર્થથી પાંચ વ્રતો છે જ. તથા જ્યેષ્ઠ આચારમાં તેઓ સમાન જ છે. માત્ર ફરક એટલો જ છે કે
પહેલા–છેલ્લા તીર્થમાં ઉપસ્થાપના = વડી દીક્ષાથી જયેષ્ઠનો વ્યવહાર થાય છે. (અર્થાત જેની 30 વડીદીક્ષા પહેલા થઈ હોય તે મોટો) જ્યારે મધ્યમ અને વિદેહવાળાઓનો સામાયિકનું આરોપણ થાય ત્યારથી પર્યાય ગણાય છે.
પ્રતિક્રમણ આચારમાં ભિન્નતા છે. પહેલા–છેલ્લા સાધુઓને નિયમથી ઉભયકાળ પ્રતિક્રમણ