________________
૨૨૮ : આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) संयोजनाश्च ते कषायाश्चेति विग्रहः तेषामुदये, किम् ?-नियमेन सम्यक्-अविपरीतं दर्शनं सम्यग्दर्शनं तस्य लाभ:-प्राप्तिः सम्यग्दर्शनलाभ: तं, भवे सिद्धिर्येषां ते भवसिद्धिकाः । आहसर्वेषामेव भवे सति सिद्धिर्भवति ?, उच्यते, एवमेतत्, किंतु इह प्रकरणात् तद्भवो गृह्यते, तद्भवसिद्धिका अपि 'न लभन्ते' न प्राप्नुवन्ति, अपिशब्दाद् अभव्यास्तु नैव, अथवा 5 परीतसंसारिणोऽपि नैवेति गाथार्थः ॥१०८॥
बिइयकसायाणुदए अपच्चक्खाणनामधेज्जाणं ।
सम्मइंसणलंभं विरयाविरई न उ लहंति ॥१०९॥ व्याख्या-'द्वितीया' इति देशविरतिलक्षणद्वितीयगुणघातित्वात् क्षपणक्रमाद्वा, कषाया' इति 'कष गतौ' इति कषशब्देन कर्माभिधीयते, भवो वा, कषस्य आया लाभाः प्राप्तयः कषाया: 10 ઘવિય:, દ્વિતીયાંશ તે પાયાવિ સમાસ:, તેષ, “૩: 'તિ ની પૂર્વવર્થ, શિવિશિષ્ટ ? -'अप्रत्याख्याननामधेयानां' न विद्यते देशविरतिसर्वविरतिरूपं प्रत्याख्यानं येषु उदयप्राप्तेषु सत्सु
આવા અનંતાનુબંધી કષાયોના ઉદયમાં, તે ઉદયમાં શું ? તો નિયમથી (પૂર્વે કહેલ ‘નિયમથી' શબ્દ અહીં જોડ્યો.) સમ્યફ અવિપરિતદર્શન તે સમ્યગદર્શન તેની પ્રાપ્તિ, તે સમ્યગ્દર્શનલાભ,
(ટીકાનો અન્વય આ પ્રમાણે જાણવો – અનંતાનુબંધી કષાયોના ઉદયમાં નિયમથી ભવસિદ્ધિક 15 જીવોને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી.) ભવમાં સિદ્ધિ છે જેઓને તે ભવસિદ્ધિકો.
શંકા : સર્વજીવોને ભવમાં જ સિદ્ધિ થવાની છે તો ભવ શબ્દ શા માટે ગ્રહણ કર્યો છે
સમાધાન : તમારી વાત સાચી છે. પરંતુ અહીં ભવ શબ્દથી તદ્દભવ ગ્રહણ કરવાના છે, અર્થાત્ તે જ ભવમાં સિદ્ધિને પામનાર જીવો પણ પ્રથમ કષાયોના ઉદયમાં સમ્યગ્દર્શન પામતાં
નથી. ‘તભવસિદ્ધિકો પણ અહીં પણ શબ્દથી અભવ્યો કે અલ્પસંસારવાળી જીવો પણ પામી 20 શકતા નથી એ જાણવું. ૧૦૮
(અવતરણિકા : ગા. નં. ૧૦૭ની અવતરણિકા જ અહીં પણ જાણવી.)
ગાથાર્થ : અપ્રત્યાખ્યાન નામના બીજા કષાયોના ઉદયમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે પરંતુ દેશવિરતિ પ્રાપ્ત થતી નથી.
ટીકાથે : દેશવિરતિનામના બીજા ગુણનો ઘાત કરનાર હોવાથી અથવા ક્ષપકશ્રેણિમાં બીજા 25 નંબરે ક્ષય થતો હોવાથી આ કષાયો બીજા નંબરને પામે છે. કષાય શબ્દનો અર્થ બતાવે છે. તેમાં
કમ્ ધાતુ ગતિ–અર્થમાં વપરાય છે. અને અહીં કષ શબ્દથી કર્મ અથવા સંસાર અર્થ લેવો તેથી કષનો એટલે કર્મોનો અથવા સંસારનો જે આય=લાભ, તે કષાય અર્થાત્ જેનાથી કર્મોનો અથવા સંસારનો લાભ (પ્રાપ્તિ) થાય તે ક્રોધાદિ કષાયો. અપ્રત્યાખ્યાન નામના આ બીજા કષાયોનો
ઉદયમાં ભવ્યજીવો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે, (તુ શબ્દથી “પ્રાપ્ત કરે છે' એવો અર્થ લેવો. 30 જયારે દેશવિરતિને પ્રાપ્ત કરતા નથી. ટીકામાં બાકી રહેલા શબ્દોનો આ પ્રમાણે અર્થ જાણવો.
“ઉદય” શબ્દનો અર્થ પૂર્વે બતાવી દીધો છે. પ્રત્યાહ્યાનનાઘેયાન' જે કષાયો ઉદયમાં આવતા દેશવિરતિ કે સર્વવિરતિરૂપ પચ્ચખાણ રહેતું નથી તે અપ્રત્યાખ્યાન.