________________
આવશ્યકશબ્દનો અર્થ કે ૧૫૧
lo
उत डित्थाद्यभिधानवद् अनर्थकमेवेति परीक्ष्यं, यदि च यथार्थं ततस्तदुपादेयं, तत्रैव समुदायार्थपरिसमाप्तेरित्यतः शास्त्राभिधानमेव तावदालोच्यत इति । तत्र ‘आवश्यकं' इति कः શબ્દાર્થ ?,
अवश्यं कर्त्तव्यमावश्यकं, अथवा गुणानामावश्यमात्मानं करोतीत्यावश्यकं, यथा अन्तं करोतीत्यन्तकः, अथवा 'वस निवासे' इति गुणशून्यमात्मानमावासयति गुणैरित्यावासकं, 5 गुणसान्निध्यमात्मनः करोतीति भावार्थः । इदं च मङ्गलवन्नामादिचतुर्भेदभिन्नं, इदं च प्रपञ्चतः सूत्रादवसेयमिति, उद्देशस्तु तदनुसारेणैव शिष्यानुग्रहायाभिधीयते इति, तत्र नामस्थापने सुज्ञाने તેનાથી જ સમુદાયાર્થ = સમગ્ર શાસ્ત્રમાં કહેવા યોગ્ય અર્થનું પરિજ્ઞાન થઈ શકે. (આશય એ છે કે જો યથાર્થ નામ હોય તો નામ જાણવાથી જ આખા શાસ્ત્રમાં શું કહેવાનું છે ? તેનું જ્ઞાન થાય અને તેથી તે નામનો નિક્ષેપ ઉપાદેય છે.)
તેથી સૌ પ્રથમ શાસ્ત્રનું નામ વિચારાય છે. તેમાં આવશ્યક એટલે શું? જે અવશ્ય કર્તવ્ય છે તે આવશ્યક અથવા જે આત્માને ગુણોને વશ કરે તે આવશ્યક, જેમકે અંત કરે તે અંત, (આશય એ છે કે – જેમ અહીં “અન્તક' શબ્દને કર્તાના અર્થમાં ફ પ્રત્યય લાગ્યો છે, તેમ ‘આવશ્યક શબ્દને પણ કર્તાના અર્થમાં ક પ્રત્યય લાગેલો છે.) અથવા “વસ” ધાતુ વસવાના અર્થમાં હોવાથી ગુણોથી શૂન્ય એવા આત્માને જે ગુણોવડે વાસિત કરે છે તે આવાસક અર્થાત 15 ગુણો સાથે આત્માનું સાનિધ્ય કરનાર. આ આવશ્યક મંગળની જેમ નામાદિ ચાર ભેદોવાળું છે. આ નામાદિ ભેદોવાળું આવશ્યક વિસ્તારથી સૂત્રમાંથી (અનુયોગદ્વારસૂત્ર નં. ૯માંથી) જાણી લેવું. અહીં માત્ર સંક્ષેપથી સ્વરૂપને કહેવારૂપ ઉદ્દેશ ગ્રંથના અનુસારે જ શિષ્યના અનુગ્રહ માટે કહેવાય છે. તેમાં નામ-સ્થાપના સરલ છે.
(નામ–આવશ્યક એટલે જે જીવ કે અજીવ વસ્તુનું “આવશ્યક” એ પ્રમાણે નામ પાડવામાં 20 આવે છે તે જીવ કે અજીવ નામ–નામવાળાના અભેદ ઉપચારથી નામ–આવશ્યક કહેવાય છે. અથવા નામ એવું જે આવશ્યક એવો કર્મધારય સમાસ કરીયે તો તે જીવ–અજીવ વસ્તુનું જે “આવશ્યક” એ પ્રમાણે અક્ષરોની પંક્તિરૂપ નામ છે તે નામ પોતે નામ–આવશ્યક જાણવું. સ્થાપના–આવશ્યક એટલે લાકડાની કોઈ વસ્તુને વિષે, ચિત્રને વિષે, આવશ્યક પ્રતિક્રમણાદિ કરતા સાધુની છબી બનાવી “આ આવશ્યક છે” એમ સ્થાપના કરવામાં આવે તે સદ્ભાવસ્થાપના 25 કહેવાય કારણ કે આ ચિત્રમાં પ્રતિક્રમણાદિ કરતા સાધુનો આકાર છે. જયારે અક્ષ, વરાટક (માટીનું કોડિયું) વગેરેમાં ‘આ આવશ્યક છે' એમ સ્થાપના કરાય તે અસદ્ભાવ સ્થાપના જાણવી કારણ કે આ અક્ષ કે વરાટકમાં પ્રતિક્રમણાદિ કરતા સાધુની છબીનો = આકારનો સદભાવ નથી. ટૂંકમાં જે વસ્તુ સ્થાપવી છે તે વસ્તુના આકારવાળી વસ્તુમાં કરાતી સ્થાપના સદ્ભાવસ્થાપના અને આકારવિનાની વસ્તુમાં કરાતી સ્થાપના અસદ્ભાવસ્થાપના કહેવાય છે.) 30
८८. संक्षेपेण स्वरूपाभिधानरूपोऽत्रोद्देशः ।