________________
૧૭૦ સૈક આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
इदानीं समवतार:, स च लाघवार्थं प्रतिद्वारं समवतारणाद्वारेण प्रदर्शित एव । उक्त उपक्रमः, इदानीं निक्षेपः, स च त्रिधा-ओघनिष्पन्नो १ नामनिष्पन्नः २ सूत्रालापकनिष्पन्नश्चेति ३। तत्र ओघो नाम यत् सामान्यं शास्त्राभिधानं, तच्चेह चतुर्विधमध्ययनादि, पुनः प्रत्येकं नामादिचतुर्भेदमनुयोगद्वारानुसारतः प्रपञ्चेनाभिधाय भावाध्ययनाक्षीणादिषु सामायिकमायोज्यं । नामनिष्यन्ने निक्षेपे सामायिक, तच्च नामादिचतुर्विधं, इदं च निरुक्तिद्वारे सूत्रस्पर्शिकनियुक्तौ च प्रपञ्चेन वक्ष्यामः, आह-यदि तदिह नाम अवसरप्राप्तं किमिति निरुक्त्यादावस्य स्वरूपप्रतिपादनं, तत्र चेत्स्वरूपाभिधानमस्य हन्त इहोपन्यासः किमिति, अत्रोच्यते, इह निक्षेपद्वारे निक्षेपमात्रस्यैवावसर:, निरुक्तौ तु तदन्वाख्यानस्येति, आह-इत्थमपि निरुक्तिद्वार एव सामायिकव्याख्यानतः किं पुनः
सूत्रेऽभिधीयते इति, उच्यते, तत्र हि सूत्रालापकव्याख्यानं, न तु नाम्नः, निरुक्तौ तु निक्षेपद्वारन्यस्तं 10 સમવતારવાર : જોકે તે લાઘવ માટે દરેક દ્વારમાં સમાવતાર કરવાવડે બતાડી દીધું છે.
આમ, ઉપક્રમ બતાવ્યો. - હવે નિક્ષેપની વિચારણા કરાય છે જે ત્રણ પ્રકારે છે. ૧. ઓઘનિષ્પન્ન. ૨. નામનિષ્પન્ન, ૩, સુત્રાલાપકનિષ્પન્ન, તેમાં ઓઘ એટલે શાસ્ત્રનું સામાન્ય નામ અને તે અધ્યયન-અક્ષીણ –
આય – લપણા એમ ચાર પ્રકારે છે. આ દરેક નામોના નામાદિ ચાર ભેદો અનુયોગદ્વારાનુસાર 15 વિસ્તારથી કહીને ભાવ-અધ્યયન, ભાવ-અક્ષીણ, ભાવ–આય અને ભાવક્ષપણામાં સામાયિક
જોડવું. નામનિષ્પન્ન નિક્ષેપમાં નામ એટલે શાસ્ત્રનું વિશેષ નામ – જેમ કે સામાયિક, તે પણ નામાદિ ચાર પ્રકારે છે. આ નામાદિ ચાર પ્રકારનું સામાયિક નિરુક્તિદ્વાર (ગા.ન. ૧૪૧માં આપેલ) અને સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં વિસ્તારથી ગ્રંથકાર બતાવશે.
શંકા : જો અહીં નામાદિ ૪ પ્રકારના સામાયિકનો અવસર હોય તો તમે તેનું સ્વરૂપ 20 નિરુક્તિદ્વારાદિમાં શા માટે કહેશો ? અહીં કેમ નહીં ? અને જો તેના સ્વરૂપનું પ્રતિપાદન ત્યાં કરવાનું હોય તો અહીં તેનો ઉપન્યાસ શા માટે કર્યો ?
સમાધાન : અહીં નિક્ષેપઢારમાં નિક્ષેપમાત્રને જ બતાવવાનો અવસર છે (પણ સામાયિકનું સ્વરૂપ બતાવવાનો અવસર નથી.) સામાયિકનું સ્વરૂપ તો અમે પછી નિરુક્તિદ્વારમાં જ
બતાવીશું. 25 શંકા : જો સામાયિકનું સ્વરૂપ નિરુક્તિદ્વારમાં જ બતાવી દેવાનું હોય તો સૂત્રમાં ફરીથી
સામાયિક શા માટે કહેવાય છે ? (અર્થાત પૂર્વે તમે કહ્યું કે નિરુક્તિદ્વાર અને સૂત્રસ્પર્શિક નિર્યુક્તિમાં સામાયિકનું સ્વરૂપ કહીશું. તેમાં નિરુક્તિદ્વારમાં જ જો સ્વરૂપ બતાવવાનું હોય તો સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં શા માટે ફરી બતાવવાની જરૂર છે ?)
સમાધાન : સૂત્ર(સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ)માં સૂત્રોલાપકોનું વ્યાખ્યાન છે, પણ સામાયિક' 30 નામનું વ્યાખ્યાન નથી. જયારે નિરુક્તિમાં નિક્ષેપદ્વારમાં કહેલ “સામાયિક' નામનું નિરુપણ કરાય છે. (આમ બંનેમાં જુદું જુદું નિરૂપણ હોવાથી નિરુક્તિદ્વારમાં કહેવા છતાં સૂત્રસ્પર્શિક
१७. आदिनाऽक्षीणायक्षपणाग्रहणं 'अज्झयणं अक्खीणं आओ झवणा य पत्तेयं' ति 'वचनात् ।