________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
नुबन्धलोपे च कृते गुणे रपरत्वे परगमने च तीर्थकर इति भवति । तत्र तीर्यतेऽनेनेति तीर्थं, तच्च नामादिचतुर्भेदभिन्नं, तत्र नोआगमतो द्रव्यतीर्थं नद्यादीनां समो भूभागोऽनपायश्च, तत्सिद्धौ तरिता तरणं तरणीयं च सिद्धं पुरुषबाहूडुपनद्यादि, द्रव्यता चास्येत्थं तीर्णस्यापि पुनस्तरणीयभावात्, अनेकान्तिकत्वात्, स्नानविवक्षायां च बाह्यमलापनयनात् आन्तरस्य प्राणातिपातादि5 कारणपूर्वकत्वात्, तस्य च तेंद्विनिवृत्तिमन्तरेणोत्पत्तिनिरोधाभावात् प्रागुत्त च विशिष्टक्रियासव्यपेक्षाध्यवसायजन्यस्य तत्प्रत्यैनीकक्रियासहगताध्यवसायतः क्षयोपपत्तेः, तत्क्षयाभावे च भावतो भवतरणानुपपत्तेरिति । भावतीर्थं तु नोआगमतः संघः, તાત્કીલ્ય અને અનુલોમ્ય આ ત્રણે અર્થમાં ‘ટ’ પ્રત્યય લાગે છે. આ નિયમથી ‘કૃ ધાતુને ‘તાત્ઝીલ્ય’ અર્થમાં ‘ટ’ પ્રત્યય લાગ્યો. આ પ્રત્યયમાં ‘ટ્' અનુબંધ છે જેનો લોપ થતાં
10 મૈં થાય. હવે પછી અમુક નિયમથી કૃ નો ગુણ ક થશે. (પાણિની વ્યાકરણ પ્રમાણે કૃનો ગુણ ક થાય છે.) અને ૨ પર છતાં ર્ + ઞ = ; તીર્થ + ર આનો પરગમ કરતાં જોડાણ કરતાં ‘તીર્થંકર' રૂપ થાય છે.
૧૭૪
તેમાં જેનાવડે તરાય તે તીર્થ, અને તે નામાદિ ચાર ભેદવાળું છે. તેમાં નામ, સ્થાપના, આગમથી દ્રવ્યતીર્થ તથા નો.આ.થી જ્ઞશ. અને ભવ્યશ. સુખેથી જાણી શકાય એવું હોવાથી 15 તેઓને છોડી નોઆગમથી તદ્બતિરિક્ત દ્રવ્યતીર્થ તરીકે નદી વગેરેનો અપાય (જોખમ) વિનાનો સમાન ભૂમિભાગ જાણવો. તીર્થની સિદ્ધિ કરતાં અન્ય ત્રણ વસ્તુ સિદ્ધ થાય છે. ૧. તરીતા = તરનાર પુરુષ, ૨. તરણ સાધન–બાહુ, ઉડુપ (નાવડીનો એક.પ્રકાર) વગેરે. ૩. તરણીય = તરવા યોગ્ય નદી વગેરે. આ નદી વગેરેના સમાન ભૂમિભાગરૂપ તીર્થ એ દ્રવ્યતીર્થ છે, કારણ કે એકવાર નદી વગેરે તર્યા પછી પણ પ્રયોજન આવે તો ફરી તરવાની રહે છે. વળી 20 ક્યારેક આ તીર્થમાં અપાય સંભવિત હોવાથી નદી વગેરે ન તરી શકાય તેવું પણ બનવાથી તે
અનૈકાન્તિક છે.
30
=
–
25
સ્નાનની અપેક્ષાએ પણ આ તીર્થ બાહ્યમલને જ દૂર કરવામાં સમર્થ છે, આન્તરમલરૂપ કર્મોને નહીં, કારણ કે આન્તરમલ એ પ્રાણાતિપાતાદિને કારણે ઉત્પન્ન થાય છે. તેથી જ્યાં સુધી પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આન્તરમલની ઉત્પત્તિનો નિરોધ થાય નહીં. તથા પૂર્વે પ્રાપ્ત થયેલ આન્તરમલ કે જે વિશિષ્ટ ક્રિયાથી ઉત્પન્ન થયેલ અધ્યવસાયથી ઉત્પન્ન થયો છે. આવા આન્ત૨મલનો ક્ષય તે વિશિષ્ટક્રિયાની વિરોધી ક્રિયાથી યુક્ત અધ્યવસાયથી થાય છે, નહીં કે સ્નાનમાત્રથી. આમ સ્નાનમાત્ર બાહ્યમલનો જ ક્ષય કરે છે. પરંતુ પૂર્વગૃહીત આન્તરમલનો ક્ષય કે નવા આન્તરમલની ઉત્પત્તિનો નિરોધ કરવામાં સમર્થ નથી. અને આન્તરમલના ક્ષયના અભાવમાં તત્ત્વથી સંસારતરણ ઘટી શકતું નથી. તેથી આ તીર્થ દ્રવ્યતીર્થ છે.
નો—આગમથી ભાવતીર્થ તરીકે સંધ છે કારણ કે સમ્યગ્દર્શનાદિ પરિણામની સાથે તેનો २०. अभ्यन्तरमलस्य । २१ प्राणातिपातादिकात् । २२. मिथ्यात्वादिलक्षण० । २३ સમ્યગ્દર્શનાનુસારિળી । * તક્ષ્યામાવતો ।+ મવતા ।