________________
૧૭૬ ના આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
“ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशसः श्रियः।
વસ્થા પ્રતિસ્થ, કાં ન ફર્તાના ?" ततश्च समग्रैश्वर्यादिभगयोगाद्भगवन्तोऽर्हन्त इति तान् भगवतः । आह-तीर्थंकरानित्यनेनैव 'भगवत' इत्यस्य गतार्थत्वात् तीर्थकृतामुक्तलक्षण भगाव्यभिचारात् नार्थोऽनेनेति, न, 5 नयमतान्तरावलम्बिपरिकल्पिततीर्थकरतिरस्कारपरत्वादस्येति, तथा च न तेऽविकलभगवन्तः, तान् भगवतो, वन्द इति क्रिया सर्वत्र योज्या । तथा परे-शत्रवः, ते च क्रोधाद्याः, आक्रमणमाक्रमः-पराजयः तदुच्छेद इतियावत्, परेषामाक्रमः पराक्रमः, सोऽनुत्तर:-अनन्यसदृशो येषां ते तथाविधाः । आह-ये खलु ऐश्वर्यादिभगवन्तः तेऽनुत्तरपराक्रमा एव, तमन्तरेण
विवक्षितभगयोगाभावात्, ततश्च 'अनुत्तरपराक्रमान्' इत्येतदतिरिच्यते इति, अत्रोच्यते, अनादि10 शुद्धैश्वर्यादिसमन्वितपरमपुरुषप्रतिपादनपरनयवादनिराकरणार्थत्वाद् न दोषः, तथा चानुत्तर
અને પ્રયત્ન આ છ અર્થો ભગસંજ્ઞાથી (ઈંગના=સંજ્ઞા) ઓળખાય છે. ૧” તેથી સમઐશ્વર્યાદિરૂપ ભગનો તીર્થકરોને યોગ હોવાથી ભગવાન તરીકે કહેવાય છે. તે ભગવંતોને “હું વંદન કરું છું.” એમ અન્વય જાણવો.
શંકા : તીર્થકરોને જ ઉપર જણાવેલા ભગ નિયમથી હોય જ એટલે “તીર્થકરોને' આવું 15 કહ્યા પછી ‘ભગવંતોને' વિશેષણ મૂકવાની જરૂર નથી.
સમાધાન : આ વિશેષણ પ્રયોજનવાળું જ છે, કારણ કે જે એક નયરૂપ અન્યમતનું આલંબન લેનારાઓવડે કલ્પિત બુદ્ધાદિ તીર્થકરો છે અર્થાત્ અન્યમતવાળા લોકો બુદ્ધાદિને તીર્થકર માને છે. તે તીર્થકરોનો આ વિશેષણ દ્વારા નિષેધ થાય છે, કારણ કે તેઓ સંપૂર્ણ ભગવાળા
નથી. જયારે અમે તો સંપૂર્ણ ભગવાળા તીર્થકરોને વંદન કરીએ છીએ. તથા “અનુત્તરપરાક્રમવાળા” 20 આ શબ્દનો અર્થ કરતાં જણાવે છે કે પર એટલે શત્રુઓ. અને તે શત્રુઓ તરીકે ક્રોધાદિ જાણવાં.
આક્રમણ એટલે પરાજય અથવા ક્રોધાદિનો ઉચ્છેદ (જયારે એક જ શબ્દનો સ્પષ્ટ–સ્પષ્ટતર અર્થ કરવો હોય ત્યારે તે અર્થોના અંતે “ઇતિ યાવત” શબ્દ વપરાય છે, જે એવું સૂચવે છે કે પૂર્વે જેટલા અર્થો છે તે મૂળ શબ્દના જ છે. જેમકે અહીં મૂળ શબ્દ ‘આક્રમ’ છે તેનો એક અર્થ
ર્યો “પરાજય', તે જ મૂળ આક્રમ શબ્દનો સ્પષ્ટતર = વધુ સ્પષ્ટ અર્થ તદુચ્છેદ, આમ એક 25 ‘આક્રમ' શબ્દના જ બે અર્થો કરી છેલ્લે ‘ઇતિ યાવત' શબ્દ લખે.) બીજાઓ ઉપર જે આક્રમ
તે પરાક્રમ. અનુત્તરપરાક્રમ છે જેઓનું તે અનુત્તરપરાક્રમી અર્થાત્ અન્ય લોકોએ ન કર્યો હોય એવો ક્રોધાદિનો ઘોર પરાજય કરનારા, તે પરાજય કરનારાને હું વંદન કરું છું.
શંકા : અનુત્તરપરાક્રમ વિના ઐશ્વર્યાદિ ભગ પ્રાપ્ત થતું ન હોવાથી જેઓ ભગવંત છે તેઓ આવા પરાક્રમવાળા હોવાના જ, તેથી માત્ર ‘ભગવંત' શબ્દથી જ આ અર્થ કહેવાઈ જતો 30 હોવાથી ‘અનુત્તરપરાક્રમીવિશેષણ વ્યર્થ છે.
સમાધાન : આ વિશેષણ વ્યર્થ નથી. જે (નૈયાયિક વિ.) નયવાદ “અનાદિસિદ્ધ એવા ઐશ્વર્યાદિથી યુક્ત પરમેશ્વર છે” એવું પ્રતિપાદન કરે છે, તેઓનું નિરાકરણ કરવા માટે આ વિશેષણ મૂકેલ છે. તેઓનો મત બતાવે છે કે કેટલાક લોકોવડે અનુત્તરપરાક્રમ વિના જ
ર૧. મધ્ય + ofસદ્ધેશo |