________________
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
आह-यद्येवं गुरुभावोपक्रम एवाभिधातव्यो न शेषाः, निष्प्रयोजनत्वात् न, गुरु चित्तप्रसादनार्थमेव तेषामुपयोगित्वात्, तथा च देशकालावपेक्ष्य परिकर्मनाशौ द्रव्याणां उदकौदनादीनां आहारादिकार्येषु कुर्वन् विनेयो गुरोर्हरति चेत इति ।
अथवोपक्रमस्य साम्यात् प्रकृते निरुपयोगिनोऽपि अन्यत्र उपयोक्ष्यन्त इत्युपन्यस्तत्वाददोष 15 इत्यलं विस्तरेण । उक्त इतरः, इदानीं शास्त्रीय उच्यते-असावपि षड्विध एव तद्यथा - आनुपूर्वी १ नाम २ प्रमाणं ३ वक्तव्यता ४ अर्थाधिकारः ५ समवतार ६ इति । तत्रानुपूर्वी नामस्थापनाद्रव्यक्षेत्रकालगणनोत्कीर्त्तनसंस्थानसामाचारी भावभेदभिन्ना दशप्रकारा, तस्या यथासंभवत: समवतारणीयमिदं, विशेषतस्तूत्कीर्त्तनगणनानुपूर्वीद्वय इति, उत्कीर्त्तना - संशब्दना यथा - सामायिक चतुर्विंशतिस्तव इत्यादि, गणनं परिसंख्यानं एकं द्वे त्रीणि चत्वारीत्यादि, सा च गणनानुपूर्वी 10 त्रिप्रकारा पूर्वपश्चादनानुपूर्वीभेदभिन्ना, तत्र सामायिकं पूर्वानुपूर्व्या प्रथमं पश्चानुपूर्व्या षष्ठं, अनानुपूर्व्या त्वनियतं क्वचित्प्रथमं क्वचिद्वितीयं इत्यादि । तत्रानानुपूर्वीणामयं करणोपाय :
૧૬૬
શંકા : જો ગુરુભાવોપક્રમ આટલો બધો મહત્ત્વનો હોય તો તે જ બતાવવો જોઈતો હતો. પદ્રવ્યાદિઉપક્રમ શા માટે બતાવ્યા ?
સમાધાન : ગુરુ ચિત્તપ્રસન્નતા માટે તે શેષોપક્રમ પણ ઉપયોગી છે. તે તે દેશકાળની 15 અપેક્ષાએ (ગુરુના) આહારાદિકાર્યોમાં પાણી—ઓદન વગેરે દ્રવ્યોના પરિકર્મ–નાશને કરતો શિષ્ય ગુરુના ચિત્તને હરે છે. (જેમ કે, રાજસ્થાન જેવા ક્ષેત્રમાં ઉનાળામાં શિષ્ય ઉકાળેલું ગરમ પાણી ૧૦–૧૨ પરાતોમાં ઠારી ઠંડું કરી ગુરુને વપરાવે તો ગુરુની પ્રસન્નતા વધે. પાણીને આ રીતે ઠંડું કરવું એ દ્રવ્યોપક્રમ થયો. એ જ રીતે ઉપાશ્રયમાં ગુરુને બેસવાના સ્થાને શિષ્ય ચોખ્ખાઈ રાખે તે ક્ષેત્રોપક્રમ. આમ દ્રવ્યાદિ ઉપક્રમ પણ ગુરુની પ્રસન્નતા માટે ઉપયોગી થાય છે. 2) અથવા પ્રકૃતમાં નિરુપયોગી એવા પણ આ અન્યત્ર ઉપયોગી થશે એ વિચારથી અને ઉપક્રમની સમાનતા હોવાથી અહીં તેનું નિરૂપણ દોષ માટે નથી. આમ અશાસ્ત્રીયોપક્રમ કહ્યો.
હવે શાસ્ત્રીયોપક્રમ બતાવે છે તે પણ છ પ્રકારે છે : (૧) આનુપૂર્વી, (૨) નામ, (૩) પ્રમાણ, (૪) વક્તવ્યતા, (૫) અર્થાધિકાર, (૬) સમવતાર. તેમાં આનુપૂર્વી → નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ગણના, ઉત્કીર્તન, સંસ્થાન, સામાચારી અને ભાવ એમ દશ પ્રકારે છે. આ 25 સામાયિક આ ૧૦માંથી જેમાં જે રીતે સંભવતું હોય તે રીતે તેમાં તેનો સમાવેશ કરવો. વિશેષથી ઉત્કીર્તન અને ગણના આનુપૂર્વીમાં તેનો સમાવેશ થાય છે. ઉત્કીર્તના એટલે ઉચ્ચારવું. જેમ કે સામાયિક, ચવીસત્થો, વાંદણા વગેરે.
ગણના એટલે ગણતરી કરવી જેમ કે એક, બે, ત્રણ વગેરે. આ ગણનાનુપૂર્વી પૂર્વાનુપૂર્વી પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સામાયિકાધ્યયન 30 પૂર્વાનુપૂર્વીથી (પહેલેથી) પ્રથમ અધ્યયન છે. પશ્ચાનુપૂર્વીથી (છેલ્લેથી) છઠ્ઠુ અધ્યયન છે. અને અનાનુપૂર્વીથી (ગમે તે રીતીથી) અનિયત છે અર્થાત્ ક્યારેક પ્રથમ, ક્યારેક બીજું વગેરે. તેમાં
+ સમાચારો ! * યથાસંભવં * ०णामानयनाय कर० ।