________________
ઉપક્રમના ભેદો અને દ્રવ્યોપક્રમનું સ્વરૂપ (નિ. ૭૯)
एषामुपक्रमादिद्वाराणां किमित्येवं क्रम इति, अत्रोच्यते, न ह्यनुपक्रान्तं सद् असमीपीभूतं निक्षिप्यते, न चानिक्षिप्तं नामादिभिरर्थतोऽनुगम्यते, न चार्थतोऽननुगतं नयैर्विचार्यते इत्यतोऽयमेव क्रम इति । तत्रोपक्रमो द्विविधः - शास्त्रीय इतरश्च तत्र इतरः षट्प्रकार:, नामस्थापनाद्रव्य क्षेत्रकालभावभेदभिन्न इति, तत्र नामस्थापने सुज्ञाने, द्रव्योपक्रमो द्विविधः - आगमतो नोआगमतश्च, आगमतो ज्ञाताऽनुपयुक्तः, नोआगमतो ज्ञशरीरभव्यशरीरतद्व्यतिरिक्तश्च स च त्रिविध:- 5 सचित्ताचित्तमिश्रद्रव्योपक्रम इति, तत्र सचित्तद्रव्योपक्रमः द्विपदचतुष्पदापदोपाधिभेदभिन्नः पुनरेकैक द्विविध: - परिकर्मणि वस्तुविनाशे च तत्र परिकर्म-द्रव्यस्य गुणविशेषपरिणामकरणं तस्मिन्सति, तद्यथा-घृताद्युपभोगेन पुरुषस्य वर्णादिकरणमिति, अथवा कर्णस्कन्धवर्धनादिक्रियेति, अन्ये तु शास्त्रगन्धर्वनृत्यादिकलासंपादनमपि द्रव्योपक्रमं व्याचक्षते, इदं पुनरसाधु, विज्ञानविशेषात्मकत्वात् शास्त्रादिपरिज्ञानस्य, तस्य च भावत्वादिति, किन्तु आत्मद्रव्यसंस्कारविवक्षापेक्षया 10 शरीरवर्णादिकरणंवत् स्यादपीति । एवं शुकसारिकादीनां शिक्षागुणविशेषकरणं, तथा चतुष्पदानां हस्त्यादीनां, अपदानां च वृक्षादीनां वृक्षायुर्वेदोपदेशाद् वार्धक्यादिगुणापादनमिति, आह-यत्स्वयं શંકા : ઉપક્રમાદિ દ્વારોનો આ પ્રમાણે ક્રમ શા માટે છે ?
સમાધાન ; નજીક નહીં લવાયેલી વસ્તુ નિક્ષેપ યોગ્ય બનતી નથી કે નામાદિવડે અનિક્ષિપ્ત વસ્તુ અર્થથી જણાતી નથી. અર્થથી અનનુગત વસ્તુ નયોવડે વિચારાતી ન હોવાથી આ પ્રમાણે 15 ક્રમ ગોઠવેલો છે. તેમાં ઉપક્રમ એ શાસ્ત્રીય (લોકોત્તર જગતમાં પ્રસિદ્ધ) અને ઈતર=અશાસ્ત્રીય, લૌકિક જગતમાં પ્રસિદ્ધ એવો ઉપક્રમ) એમ બે પ્રકારે છે. અશાસ્ત્રીયોપક્રમ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ એમ છ પ્રકારે છે. નામ-સ્થાપના સુગમ છે. દ્રવ્યોપક્રમ આગમ– નોઆગમથી બે પ્રકારે છે. તેમાં આગમથી જ્ઞાતા અનુપયુક્ત (અર્થાત્ “ઉપક્રમ’’ શબ્દના અર્થનો જ્ઞાતા છતાં તેમાં ઉપયોગ વિનાનો) પુરુષ.
નો—આગમથી જ્ઞશરીર–ભવ્યશરીર સરળ છે. તદ્બતિરિક્ત દ્રવ્યોપક્રમ ત્રણ પ્રકારે સચિત્ત, · અચિત્ત અને મિશ્ર. તેમાં સચિત્ત દ્રવ્યોપક્રમ દ્વિપદ, ચતુષ્પદ અને અપદરૂપ ઉપાધિ ભેદથી જુદો જુદો છે. દ્વિપદ વગેરે દરેકનો ઉપક્રમ પાછા બે પ્રકારે – પરિકર્મમાં અને વસ્તુવિનાશમાં. અહીં પરિકર્મ એટલે દ્રવ્યમાં ફેરફાર કરવો દ્રવ્યને ચોક્કસ ગુણથી પરિણમાવવું. તે આ પ્રમાણે કે ઘી વગેરે દ્રવ્યોના ઉપભોગવડે પુરુષના વર્ણાદિમાં ફેરફાર કરવો. અથવા કાન વીંધવા, સ્કંધને 25 વધારવા વગેરેની ક્રિયા એ પરિકર્મમાં દ્વિપદ—ઉપક્રમ છે.
=
૧૫૯
20
કેટલાક લોકો શાસ્ત્ર, ગર્વનૃત્યાદિકળાનું સંપાદન એ પણ દ્રવ્યોપક્રમ કહે છે, પરંતુ તે યોગ્ય નથી કારણ કે શાસ્ત્રાદિનું જ્ઞાન એ વિજ્ઞાન વિશેષ હોવાથી તેનો ઉપક્રમ એ ભાવોપક્રમ બની જાય, દ્રવ્યોપક્રમ નહીં. અથવા આત્મરૂપ દ્રવ્યના સંસ્કારની વિવક્ષા કરીયે તો સંસ્કારમાં થયેલ ફેરફાર પણ શરીરના વર્ણાદિકરણની જેમ (આત્મારૂપ દ્રવ્યનો હોવાથી) દ્રવ્યોપક્રમ કહેવાય છે. એ જ પ્રમાણે 30 પોપટ–મેના વગેરે દ્વિપદોને શિક્ષાગુણની પ્રાપ્તિ કરાવવી તે દ્વિપદ દ્રવ્યોપક્રમ છે. હસ્તિ વગેરે ચતુષ્પદોને શિક્ષાગુણપ્રાપ્તિ એ ચતુષ્પદ દ્રવ્યોપક્રમ અને વૃક્ષાદિ અપદોને વનસ્પતિશાસ્ત્રના ઉપદેશાનુસાર વાર્થ = વૃદ્ધતાદિ ગુણોનું સંપાદન એ અપદ દ્રવ્યોપક્રમ કહેવાય છે.