________________
૧૫ ૨
આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
एव, द्रव्यावश्यकं द्विधा - आगमतो नोआगमतश्च तत्रागमतो ज्ञाताऽनुपयुक्तः 'अनुपयोगो द्रव्य मितिकृत्वा, नोआगमतो द्रव्यावश्यकं त्रिविधं - ज्ञशरीरं भव्यशरीरं ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तं च, तदपि त्रिविधं - लौकिकलोकोत्तरकुप्रावचनिकभेदभिन्नं यथाऽनुयोगद्वारेषु, नवरं लोकोत्तरेणात्राधिकारः, तच्च ज्ञानादिश्रमणगुणमुक्तयोगस्य प्रतिक्रमणं भावशून्यत्वाद् अभिप्रेतफलाभावाच्च, 5 एत्थ उदाहरणं - वसंतपुरं नगरं, तत्थ गच्छो अगीतत्थसंविग्गो विहरति, तत्थ य एगो संविग्गो समणगुणमुक्कजोगी, सो दिवसदेवसियं उदउल्लादिअणेसणाओ पडिगाहेत्ता महया संवेगेण आलोएड.
કે
દ્રવ્યાવશ્યક બે પ્રકારે છે ૧. આગમથી ૨. નોઆગમથી. તેમાં આગમથી દ્રવ્યાવશ્યક એટલે જે વ્યક્તિ ‘આવશ્યક’' શબ્દના અર્થનો જ્ઞાતા છે પરંતુ તેનો વિશ્ચિત સમયે તે શબ્દાર્થમાં ઉપયોગ નથી (ઉપયોગ અત્યારે બીજી પ્રવૃત્તિમાં હોવાથી). તેથી ‘જે ઉપયોગ વિનાનું હોય તે 10 દ્રવ્ય કહેવાય' એ ન્યાયે તે વ્યક્તિ આગમથી દ્રવ્યાવશ્યક કહેવાય. નો—આગમથી વ્યાવશ્યક ત્રણ પ્રકારે છે. જ્ઞશરીર, ભવ્યશરીર અને જ્ઞશરીર–ભવ્યશરીરથી જુદું. (તેમાં જ્ઞશરીર એટલે વ્યક્તિએ ભૂતકાળમાં આવશ્યકશબ્દનો અર્થ જાણેલો હતો માટે ‘જ્ઞ” કહેવાય છે. તેવી જ્ઞવ્યક્તિનું વર્તમાનમાં રહેલ મૃતશરીર તે જ્ઞશરીર કહેવાય છે. તે શરીર નાગમથી સગીર દ્રવ્યાવશ્યક છે. તેમજ જે બાળક કે યુવાન ભવિષ્યમાં આવશ્યક શબ્દનો અર્થ જાણશે. પરંતુ હજુ !5 સુધી જાણ્યો નથી તે બાળક કે યુવાન અત્યારે નો—આગમથી ભવ્યશરીર દ્રવ્યાવશ્યક કહેવાય છે. તથા જ્ઞશરીર, ભવ્યશરીરથી જે જુદું છે તે તવ્યતિરિક્ત શબ્દથી ઓળખાય છે અને) તે ત્રણ પ્રકારે છે ૧. લૌકિક ૨. લોકોત્તર ૩. કુપ્રાવનિક. આ ત્રણેની વ્યાખ્યા અનુયોગ–દ્વારમાંથી જાણી લેવી.
(ટૂંકમાં અહીં કહેવાય છે. લોકમાં રાજા, ઈશ્વર, તલવર, મંત્રી વગેરે લોકો સવારે ઉઠીને 2) શરીરચિંતા. મુખ અને દંતનું પ્રક્ષાલન વગેરે નિત્ય કાર્યો જે કરે છે તે લૌકિક તવ્યતિરિક્ત વ્યાવશ્યક જાણવું. જે વળી ચરક વગેરે સંન્યાસીઓ સવારે ઉઠીને મંદિરાદિસ્થાનોનું પરિમાર્જન. ધોવાદિ કરે તે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક કહેવાય. જે વળી જિનેશ્વરના શાસનમાં શ્રમણપણુ પામ્યા પછી જિનાજ્ઞાને બાજું ૫૨ મૂકી સ્વેચ્છાપૂર્વક જીવન જીવતા ઉભયકાળ પ્રતિક્રમણ કરે છે તે પ્રતિક્રમણ લોકોત્તર દ્રવ્યાવશ્યક કહેવાય છે) આ ત્રણમાંથી અત્રે લોકોત્તરવડે જ અધિકાર 25 પ્રયોજન છે અને તે લોકોત્તર દ્રવ્યાવશ્યક તરીકે, ત્યજાયેલો છે જ્ઞાનાદિશ્રમણગુણો સાથેનો યોગ=સંબંધ જેનાવડે (અર્થાત્ શ્રમણગુણ વિનાના)એવા સાધુનું પ્રતિક્રમણ જાણવું, કારણ કે તે પ્રતિક્રમણ ભાવશૂન્ય છે અને ઈચ્છિતફલને આપનારું હોતું નથી.
અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું કે વસંતપુરનામના નગરમાં અગીતાર્થ (અજ્ઞાન) અને સંવિગ્ન (મોક્ષાભિલાષી) એવો ગચ્છ વિચરતો હતો. તેમાં જેને શ્રમણગુણને સાધી આપનારા 3) યોગો=આચારો છોડી દીધા હતા એવો એક સંવિગ્ન રોજે-રોજ સચિત્ત પાણીથી ભીના હાથવડે અપાતું વહોરવું વિ. અનેક અનેષણીય વહોરીને પછી થયેલા દેવસિય અતિચારોની ઘણા સંવેગવડે
=
८९. अत्रोदाहरणं - वसन्तपुरं नगरं तत्र गच्छोऽगीतार्थसंविग्नो विहरति, तत्र चैकः संविग्नः मुक्त श्रमणगुणयोगः, स दिवसदैवसिकं उदकार्द्राद्यनेषणाः प्रतिगृह्य महता संवेगेनालोचयति,