________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
पद्यमानयोजनाच स्वबुद्ध्या कर्त्तव्येति । 'द्रव्यप्रमाणं' तु प्रतिपद्यमानानधिकृत्य उत्कृष्टतोऽष्टशतं, पूर्वप्रतिपन्नाः केवलिनस्तु अनन्ता:, 'क्षेत्रं' जघन्यतो लोकस्यासंख्येयभागः, उत्कृष्टतो लोक एव, વ્યવસ્તિમમુદ્ધાતધિત્વ, વં સ્પર્શનાપિ, ‘વ્હાલત:' સાદ્યમપર્યન્ત, ‘અત્તર’ નાસ્યેવ, પ્રતિપાતાભાવાત્, ‘માનદ્વાર' મતિજ્ઞાનવત્ દ્રવ્યું, ‘માવ' કૃતિ ક્ષાયિò માવે ‘અલ્પવદુત્વ' 5. તિજ્ઞાનવર્તવ ।
उक्तं केवलज्ञानं, तदभिधानाच्च नन्दी, तदभिधानान्मङ्गलमिति । एवं तावन्मङ्गलस्वरूपाभिधानद्वारेण ज्ञानपञ्चकमुक्तं, इह तु प्रकृते श्रुतज्ञानेनाधिकारः, तथा च नियुक्तिकारेणाभ्यधायि
૧૪૮
इत्थं पुण अहिगारो सुयनाणेणं जओ सुएणं तु । सेसाणमप्पणोऽविअ अणुओगु पईवन्ति ॥ ७९ ॥
गमनिका - अत्र पुनः प्रकृते अधिकारः श्रुतज्ञानेन, यतः श्रुतेनैव 'शेषाणां' मत्यादिज्ञानानां आत्मनोऽपि च 'अनुयोगः' अन्वाख्यानं, क्रियत इति वाक्यशेषः, स्वपरप्रकाशकत्वात्तस्य. प्रदीपदृष्टान्तश्चात्र द्रष्टव्य इति गाथार्थः ॥७९॥
इति पीठिकाविवरणं समाप्तम् ।
15 અહીં પૂર્વપ્રતિપક્ષ–પ્રતિપદ્યમાનની યોજના પોતાની બુદ્ધિવડે કરી લેવા યોગ્ય છે. દ્રવ્યનું પ્રમાણ વિચારતાં, પ્રતિપદ્યમાન વિવક્ષિત સમયે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા ઉત્કૃષ્ટથી ૧૦૮ હોય છે. પૂર્વપ્રતિપન્ન કેવળીઓ અનંતા હોય છે. ક્ષેત્રને આશ્રયી જઘન્યથી લોકના અસંખ્યેયભાગમાં કેવળ વર્તે છે, ઉત્કૃષ્ટથી સમુદ્ધાતને આશ્રયી સંપૂર્ણ લોકમાં વર્તે છે. આ પ્રમાણે સ્પર્શના પણ જાણી લેવી. કાળથી સાદિ-અનંત, પ્રતિપાતનો અભાવ હોવાથી અંતર પડતું નથી. ભાગદ્વાર મતિજ્ઞાનની જેમ જાણી લેવું. ભાવને આશ્રયી કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે વર્તે 20 છે. અલ્પબહુત્વ પણ મતિજ્ઞાનની જેમ જાણી લેવું.
10
અવતરણિકા : કેવળજ્ઞાન પૂર્ણ થયું. તેના કહેવાથી (પાંચજ્ઞાનોનું સંપૂર્ણ વંર્ણન પૂર્ણ થતાં નંદી પાંચજ્ઞાનરૂપ હોવાથી) નંદીનું વર્ણન પણ પૂર્ણ થયું. અને તેના કહેવાથી (મંગળ નંદીઆત્મક હોવાથી મંગળ પૂર્ણ થયું. આ પ્રમાણે મંગળનું સ્વરૂપ કહેવા દ્વારા જ્ઞાનપંચક કહેવાયું. તેમાં અહીં પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાનવડે અધિકાર છે. નિર્યુક્તિકારવડે પણ કહ્યું છે કે છ
25 ગાથાર્થ : અહીં વળી શ્રુતજ્ઞાનવડે અધિકાર છે, કારણ કે શ્રુતવડે શેષજ્ઞાનોનો અને પોતાનો અનુયોગ થાય છે, તેમાં પ્રદીપનું દષ્ટાન્ત જાણવું.
ટીકાર્થ : અહીં પ્રકૃતમાં શ્રુતજ્ઞાનવડે અધિકાર છે કારણ કે શ્રુતવડે જ શેષ મત્યાદિજ્ઞાનોનો અને શ્રુતનો પોતાનો અનુયોગ વ્યાખ્યાન કરાય છે. જેમ પ્રદીપ પોતાના દ્વારા ઘટાદિ પદાર્થોની અને પોતાની સત્તા જણાવે છે, તેમ શ્રુત પોતે સ્વ-૫૨પ્રકાશક હોવાથી સ્વ–પરનો અનુયોગક 30 છે. ૫૭૯ના આ પ્રમાણે પીઠિકાનું વિવરણ સમાપ્ત થયું.
+ Ë ! " આવશ્ય પી૦
=