________________
૧૩૬ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) पुरुषाबाधया हेतुभूतया सह वा क्षेत्रतः अवधिर्भवति, अयं भावार्थ:-असंबद्धोऽवधिः क्षेत्रत: संख्येयो भवति असंख्येयो वा, योजनापेक्षयेति, एवं संबद्धोऽपि । एवमवधिः स्वतन्त्रः पर्यालोचितः, इदानीमबाधया चिन्त्यते-अत्र चतर्भडिका. तत्र संख्येयमन्तरं संख्येयोऽवधिः, संख्येयमन्तरं असंख्येयोऽवधिः, असंख्येयमन्तरं संख्येयोऽवधिः, असंख्येयमन्तरमसंख्येयोऽवधिरिति चत्वारोऽपि विकल्पा: संभवन्ति, संबद्धे तु विकल्पाभावः । तथा लोके' चतुर्दशरज्ज्वात्मके पञ्चास्तिकायवति, 'अलोके च केवलाकाशास्तिकाये, चशब्दः समुच्चयार्थः, लोके अलोके च संबद्धः, कथम् ?पुरुषे संबद्धो लोके च-लोकप्रमाणावधिः, पुरुषे न लोके-देशतोऽभ्यन्तरावधिः, न पुरुषे लोकेशून्यो भङ्गः, न लोके न पुरुषे-बाह्यावधिः, इयं भावना-लोकाभ्यन्तरः पुरुषे संबद्धोऽसंबद्धो वा
પુરુષાબાધા પુરુષથી અંતર, તે હેતુભૂત એવી પુરુષાબાધાવડે ('અહીં પુરુષ સાથે અવધિનો 10 અસંબંધ હોવામાં પુરુષની આબાધા કારણ છે તેથી ‘હેતુભૂત' વિશેષણ જણાવ્યું છે.) અથવા
પુરુષાબાધ સાથે અસંબદ્ધ એવું અવધિ યોજનની અપેક્ષાએ સંખ્યાત-અસંખ્યાતયોજનનું હોય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે- પુરુષની અબાધા વિના એકલું) અસંબદ્ધાવધિ ક્ષેત્રથી સંખ્યાત–અસંખ્યાત યોજનનું છે. એ જ પ્રમાણે સંબદ્ધાવધિ પણ સંખ્યાત-અસંખ્યાતયોજન સુધીનું
હોય છે. 15 આ પ્રમાણે સ્વતંત્ર = અબાધા વિના અવધિનું માન બતાવ્યું. હવે અબાધા સાથે અવધિ
વિચારાય છે( અર્થાત “સદ વા' એ પ્રમાણે પૂર્વે કહેવા મુજબ સહાળે તૃતીયા વિભક્તિ લઈએ તો અબાધા સાથે અસંબદ્ધાવધિ સંખ્યાત-અસંખ્યાતયોજનનું જાણવું. એટલે કે અબાધા પણ સંખ્યાત કે અસંખ્યાત તથા અવધિ પણ સંખ્યાત કે અસંખ્યાતયોજનપ્રમાણ જાણવું. આ પ્રમાણે
ટીપ્પણમાં ખુલાસો કરેલ છે.) અહીં ચતુર્ભાગી થશે તે આ પ્રમાણે - કોઈક વ્યક્તિને અસંબદ્ધાવધિ 20 એવું હોય કે તે અવધિ અને પુરુષ વચ્ચે સંખ્યાતયોજનનું અંતર પડે અને ત્યારપછીનું તે પુરુષને
સંખ્યાનયોજનનું અવધિ હોય તેથી પ્રથમ ભાંગો(૧) સંખ્યાત આંતરું અને સંખ્યાત અવધિ (૨) સંખ્યાત આંતરું, અસંખ્યાતયોજન સુધી અવધિ (૩) અસંખ્યાત આંતરું, સંખ્યાત અવધિ (૪) અસંખ્યાત આંતરું, અસંખ્યાત અવધિ. આ પ્રમાણે અસંબદ્ધાવધિમાં ચારે વિકલ્પો સંભવે છે.
સંબદ્ધાવધિમાં વિકલ્પો થશે નહીં. કારણ કે ત્યાં આંતરું હોતું નથી.) 25 આ અવધિ પંચાસ્તિકાયરૂપ લોકમાં અને કેવલોકાશાસ્તિકાયરૂપ અલોકમાં સંબદ્ધ હોય છે.
(અર્થાત્ આ અવધિ દ્વારા લોક અને અલોકનું જ્ઞાન થાય છે. અહીં લોકમાં જે સંબદ્ધ છે તેને આશ્રયીને પણ ચાર ભાંગા થાય છે. લોક શબ્દથી અહીં લોકાન્ત સુધીનું ક્ષેત્ર જાણવું.) કેવી રીતે સંબદ્ધ હોય છે ? તે કહે છે –
(૧) પુરુષ અને લોકમાં સંબદ્ધ, જે અવધિ લોકના અંત સુધીનું હોય તેને આશ્રયી આ ભાંગો 30 જાણવો, અર્થાત્ પુરુષ જે ક્ષેત્રમાં છે ત્યાંથી, લોકના અંત સુધી હોય છે. (૨) પુરુષમાં સંબદ્ધ છે પણ
લોકમાં નથી. આ ભાંગો અભ્યતરાવધિ તથા તે પણ દેશથી થયેલું હોય તેને આશ્રયી જાણવો, અર્થાત્ અત્યંતરાવધિ પુરુષ સાથે સંબદ્ધ જ હોય તથા દેશથી થયેલ હોવાથી લોકાન્ત સુધી ન થવાથી લોકમાં