Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
શું કર્તુત્વ અને ભોકતૃત્વનો કોઈ અલગ નિયામક છે કે કર્મસત્તા સ્વયં બળવત્તી છે? કર્મ કરવાની લગામ અને ભોગવવાની લગામ શું જીવના હાથમાં છે? જીવ પાપકર્મ કરે છે પરંતુ તેના ફળ ભોગવવા માંગતો નથી. તો કર્મ અને કર્મજન્ય ફળ, આ સિધ્ધાંત કેવી રીતે સ્થાપિત થાય ? અર્થાત્ જેવા કર્મ કરે તેવા ફળ ભોગવવા પડે તે નિયમ કેવી રીતે ઉદ્ભવ્યો ? વળી પુણ્યકર્મમાં આ સિદ્ધાંત પરિવર્તન પામી જાય છે. જીવ કર્મના મીઠા ફળ ભોગવવા માંગે છે પરંતુ પુણ્યકર્મ કરવા માંગતો નથી. પુણ્યકર્મની લીલા નિરાળી થઈ જાય છે. શુભ કર્મ અને અશુભ કર્મ, આમ કર્મની બે ધારાઓ છે. કર્તૃત્વ અને ભોકતૃત્વ, તે બન્ને ધારાના આધારે વિભિન્ન બની જાય છે. આગળ ચાલીને આ બંને પ્રકારના કર્મથી મુકત થવું, તે ધર્મનું લક્ષ છે. અસ્તુ.
અહીં આપણે ઉપર કરેલા પ્રશ્નનું બૌધ્ધિક દ્રષ્ટિએ નિરાકરણ કરશું કારણ કે આ સંસારના ગૂઢ રહસ્યો સાધારણ બુધ્ધિથી ઉકેલી શકાય તેવા નથી. કર્મની પ્રબળતાની જે સત્તા છે અથવા જે કાંઈ સામર્થ્ય છે તે કેવી રીતે પ્રગટ થાય છે? ઉપર્યુકત બાહ્યકરણમાં કેવળ ભૌતિક પરિબળો જ કામ કરે છે, કે જીવાત્માનું પણ કોઈ પરિબળ સાથે જોડાયેલું છે ? આ બન્ને પક્ષનો વિચાર કરવાથી કર્મસત્તા પર પૂરો પ્રકાશ પડી જશે. કર્મસત્તા સ્વયં એક ઈશ્વરી સત્તા છે અને ઈશ્વરી સત્તાનો આધાર જે ઈશ્વર છે, તે જીવાત્મા સ્વયં છે. આ પ્રશ્ન ઉપર આપણે ઘટસ્ફોટ કરશું, ત્યારે સાક્ષાત બધા પરિબળો વૃષ્ટિગોચર થશે અને આત્મસિધ્ધિના મહાન પ્રદાતા કવિરાજે કર્તા અને ભોકતા, આ બંને શબ્દો મૂકી ગૂઢ રીતે એક આખા શાસ્ત્રની અભિવ્યકિત કરી છે, તે સમજવા પછી તેમના પ્રત્યે પણ સહજ નતમસ્તક થવાય છે.
સર્વ પ્રથમ સમજી લેવાનું છે કે વિશ્વમાં એકલા ચૈતન્યતત્ત્વની સત્તા છે કે એકલા ભૌતિક તત્ત્વોની સત્તા છે, તેમ સમજવાનું નથી પરંતુ ચૈતન્ય પરિબળ અને ભૌતિક પરિબળ બંને અસ્તિત્વ ધરાવે છે. જયારે જીવાત્મા સાવધાન ન હોય ત્યારે ભૌતિક પરિબળ કર્મ કરવા માટે જીવને પ્રેરિત કરે છે અને એ જ રીતે કર્મ ભોગવવામાં ભૌતિક પરિબળો પૂરી રીતે કાર્યકારી બને છે. જેમ કે અગ્નિ છે, તેને અડવાથી માણસ દાઝી જાય છે. અહીં અગ્નિની સ્વયં ફળ આપવાની શકિત છે. પરંતુ માણસને દઝાડવા માટે અગ્નિને કોઈ બાધ્ય કરતું નથી. સ્વયં તેની દાહકસત્તા અસ્તિત્વ ધરાવે છે. જો માણસની જ્ઞાનસત્તા જાગૃત હોય તો, તે સાવધાન રહી અગ્નિના પરિબળને નિવારી શકે છે. જ્ઞાન તે સર્વોપરી સત્તા છે. અહીં માણસ તે જીવાત્મા છે અને અગ્નિના દાહક પરમાણુઓ ભૌતિક પરિબળ છે. જીવાત્મા પાસે જ્ઞાનનું પરિબળ એક વિશેષ સાધન છે. સીધો અર્થ એ થયો કે જ્ઞાનના અભાવમાં આ ભૌતિકબળો પૂરી રીતે પરિણામજનક કાર્ય કરે છે.
કર્મ સંબંધી તાત્વિક વિચારણા : આ ચૂલ ઉદાહરણથી આપણે સામાન્ય સિદ્ધાંતને સમજયા પછી જેનષ્ટિએ કર્મ સંબંધી તાત્ત્વિક વિચાર કરીએ. વિશ્વમાં જેમ આત્માનું અસ્તિત્વ છે, તેમ જડ પદ્ગલિક સત્તા સિવાય પણ ઘણા વિકારી તત્ત્વોનું પારંપારિક અસ્તિત્વ છે, તેને જૈનદર્શનમાં આશ્રવતત્ત્વ કહે છે. આ આશ્રવ તત્ત્વ જીવશકિતના આધારે ટકી શકે છે અને વિકાસ પણ પામી શકે છે. અજ્ઞાનદશામાં જીવાત્માને કર્મ કરવા માટે બાધ્ય કરે છે અને આત્માને કર્મનો કર્તા બનાવે છે. આમ આશ્રવતત્ત્વના સંયોગથી જેને કર્મ કહેવામાં આવે છે, તેવું એક ભૌતિક
MississSSSSSSSSSSSSSSSSSSSSSSSSS (૯).