Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કર્તુત્વથી છૂટો પડે, આત્મા કર્મનો કર્તા નથી કર્મનો કર્તા કર્મ જ છે, તેવું જયારે ભાન થાય, ત્યારે પણ આ કર્મ તંત્ર ચાલતું રહે છે પરંતુ જીવનો ઉપયોગ હટી જવાથી કર્મની પ્રબળતામાં પરિવર્તન આવી જાય છે અને ધીમે ધીમે તે અસ્ત પામતું જાય છે. જેમ કોઈ નાવિક નાવમાં બેસીને તાકાતપૂર્વક નાવ ચલાવી સફર કરે છે. અર્થાત્ મન માની જળક્રિયા કરે છે પરંતુ જ્યારે નાવ ચલાવવાના ભાવો બદલી જાય અને પોતે શાંત થાય, તો નાવ ધીરે—ધીરે મંદગતિવાળી બની કિનારે આવી જાય છે અને છેવટે અટકી પણ જાય છે. અહીં કર્મ તે નાવ છે. કર્તા તે નાવિક છે અને પાણી તે સંસાર છે. નાવિક પ્રયત્નપૂર્વક સફર ચાલુ રાખે છે પરંતુ નાવ ચલાવવી બંધ કરે, ત્યારે પૂર્વપ્રયોગથી થોડીવાર કર્મ સ્વયં ક્રિયાશીલ બની રહે છે અને છેવટે ક્રિયાવિહીન પણ બની જાય
આટલા વિવેચનથી એ સ્પષ્ટ થાય છે કે જીવાત્મા કર્મનો આત્યંતિક કર્તા નથી. ફકત તેમાં કર્તુત્વનો અહંકાર છે અને અહંકારના ભાવથી જ તે પોતાના કર્મનો કર્તા બને છે. ખૂબીની વાત એ છે કે આ કર્મની લીલા જીવનના અસ્તિત્વની સાક્ષી આપે છે. જ્યાં જીવાત્મા છે, ત્યાં જ કર્મલીલા છે અને જયાં કર્મલીલા છે, ત્યાં જીવાત્મા છે, એટલે અહીં કવિરાજ જીવ કર્મનો કર્તા છે, તેમ કહીને જીવના અસ્તિત્વનું પ્રમાણ આપે છે, પ્રમાણ આપે છે એટલું જ નહીં સંસારના રંગમંચ પર કર્મના કર્તાઓ અને ભોકતાઓ જે કાંઈ નાટક કરી રહ્યા છે અને સુખદુઃખના ભાજન બની પ્રચંડ ઈતિહાસની રચના કરી ગયા છે, તે પણ બધી જીવાત્માએ કરેલા કર્મની જ લીલા છે તેવું સમજાવે છે. - શાસ્ત્રકાર એમ કહેવા માંગે છે કે આત્મા છે એટલું જ નહીં, તે નિત્ય છે. આત્મા છે તો છે જ પરંતુ તે નિષ્ક્રિય નથી. કર્મની સંપૂર્ણ જવાબદારીવાળો કર્તા અને ભોકતા છે. આ રીતે ષટપદીના પ્રથમ ચાર બોલમાં સાંસારિક જીવનું ચિત્ર ખેંચવામાં આવ્યું છે. (૧) આત્મા છે (૨) નિત્ય છે (૩) કર્તા છે (૪) ભોકતા છે. જો કે પાછળથી આ છેલ્લા બે બોલનો પરિહાર થઈ શકે છે. તેમ કહીને જીવની મુકતદશા માટે પણ ઈશારો કરે છે. પાંચમો અને છો એ બંને બોલ મહત્ત્વપૂર્ણ છે. પ્રથમ બે બોલ જીવનું શાશ્વતપણું બતાવે છે. ત્રીજા અને ચોથો બોલ જીવાત્માની વિકારીદશાનું વર્ણન કરે છે. તેમજ તે દશાનો લય થતો હોવાથી, તે શાશ્વત નથી તેમ જણાવે છે. પાંચમો અને છઠ્ઠો બોલ, આ બે બોલમાંથી પાંચમો બોલ શાશ્વત છે અને છઠ્ઠો બોલ આ શાશ્વતદશા સુધી જવાનો માર્ગ પણ સિધ્ધ થયેલો માર્ગ છે, તેવું પ્રગટ કરે છે. માર્ગ સ્વયં વ્યકિતની દ્રષ્ટિએ શાશ્વત નથી. પણ માર્ગ સ્વયં મોક્ષમાં તરૂપ થઈ જવાથી પાંચમો અને છટ્ટો બોલ એકાત્મક બની જાય છે. જેનું આપણે આગળ વિવેચન કરશું. અહીં કર્મનું પ્રકરણ ચાલે છે. જીવ કર્મનો કર્તા અને ભોકતા થાય છે, તે સિધ્ધાંતની સ્થાપનામાં સમગ્ર સંસારનું સ્વરૂપ સમાયેલું છે, તેમ સ્પષ્ટ જણાય છે.
એક પ્રશ્ન ઃ કર્મની આ લીલા શા માટે ? જીવાત્મા છોડીને શું બીજું કોઈ પ્રેરક બળ છે કે જે જીવને કર્મ કરવા માટે બાધ્ય કરે ? જીવ કર્મના કડવા ફળ ભોગવવા માંગે જ નહીં છતાં પણ કર્મફળ ભોગવવા જ પડે છે, તો કર્મફળ ભોગવવા માટે જીવને કોણ બાધ્ય કરે છે ?
ܠ
ܓܠܠܠܠܠܟܕ
0)
ܠܠܠܓܠܠܠܠܠܠܠܠܠ