Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
એકમાં કર્મ કરાય છે અને બીજામાં કર્મ ભોગવાય છે. જેમ એક માણસ ચોરી કરે છે અને ચોરીના પરિણામે સજા પામે છે. મૂળમાં કર્મ એક જ છે પરંતુ તેની બે અવસ્થા થઈ જાય છે. (૧) કર્મ કરવા અને (૨) કર્મ ભોગવવા.
અહીં આ કર્મદશા ફકત જીવ સાથે જ સંબંધ ધરાવે છે. અર્થાત્ જીવને છોડીને બીજા દ્રવ્યો ક્રિયા કરે છે પરંતુ કર્મ કરતા નથી. જ્યારે જીવાત્મા જે કાંઈ ક્રિયા કરે છે, તે કર્મ રૂપે પરિણામ પામે છે અર્થાત્ કર્મનું પૂર્ણ કર્યતંત્ર જીવના અસ્તિત્વની સાક્ષી આપે છે. જીવ છે, ત્યાં કર્મ છે અને કર્મ છે ત્યાં જીવાત્મા છે. આમ સાંસારિક જીવનો કર્મ સાથેનો નિરંતર સંબંધ છે.
અહીં શાસ્ત્રકારનો દૃષ્ટિકોણ માત્ર કર્મને સમજાવવા માટે મર્યાદિત નથી પરંતુ આ પદમાં ષદીય તરીકે કર્તૃત્વ અને ભોકતૃત્વ દ્વારા જીવના અસ્તિત્વનું પ્રમાણ આપેલું છે. એથી સમજાય છે કે કર્મ એ સાંસારિક જીવનું લક્ષણ છે. આટલો સામાન્ય ઉલ્લેખ કર્યા પછી આપણે કર્મ સંબંધી તાત્ત્વિક દૃષ્ટિએ ઉંડાઈથી વિચાર કરીએ, કર્મ શું છે ? બીજા દ્રવ્યોમાં ક્રિયા છે પરંતુ તે ક્રિયાને કર્મ સંજ્ઞા આપવામાં આવતી નથી. જ્યારે જીવ દ્રવ્યની ક્રિયાને કર્મ સંજ્ઞા આપવામાં આવી છે. બધા કર્મ જ્ઞાનયુકત છે તેવું નથી. કર્મ એક પ્રકારના સંસ્કાર છે. જીવાત્મામાં જ્ઞાન હોય કે ન હોય પરંતુ તે કર્મ કરતો હતો. જીવ જ્યારે અત્યંત અવિકસિત એકેન્દ્રિયાદિ અવસ્થામાં હતો, જ્યારે તેને જ્ઞાનનો ઉઘાડ ન હતો, ત્યારે પણ તે જીવાત્મા કર્મ કરી જીવન ક્રિયાનું સંચય કરતો હતો. કર્મ તે ભૌતિક દ્રષ્ટિએ સૂમ રજકણો છે. જેને જૈન પરિભાષામાં કર્મવર્ગણા કહેવામાં આવે છે. કર્મના આ રજકણો સ્વયં કર્મરૂપે પરિણમતા નથી. તેની પૃષ્ઠભૂમિમાં રાગાદિ વિકારો હોય છે. આ રાગાદિ વિકારો પણ જીવની સાથે સ્વતઃ જોડાયેલા છે. જ્યારે જીવાત્મા ક્રિયા કરે પછી ભલે મન–વચનનો અભાવ હોય, ત્યાં પણ ઓઘસંજ્ઞાથી અથવા અધ્યવ્યવસાય દ્વારા કાયાની ક્રિયા કર્મને જન્મ આપતી હતી અને આ રીતે કર્મનું નિર્માણ થતું હોવાથી સૂક્ષ્મ અવસ્થામાં પણ જીવ પોતાના કર્મનો કર્તા હતો.
કર્મની અવસ્થાઓ : સાધારણ રીતે જે કાંઈ કર્મ થાય છે તેને પણ વ્યવહારમાં કર્મ કહેવાય છે. કર્મ કર્યા પછી સંસ્કાર દ્વારા જે કમે સંચિત થાય છે, તે પણ કર્મ છે. ત્યારબાદ સમયનો વિપાક થતાં જે કાંઈ ફળ મળે છે તે પણ કર્મના ફળ છે. આ રીતે સંગ્રહ, સંચિત, ઉદયમાન અને વિપાક ઈત્યાદિ અવસ્થાઓ દ્વારા કર્મ ભિન્ન ભિન્ન રૂપે જીવ સાથે વણાયેલા છે. જે કર્મ ઉદયમાન થાય છે, તેનું ફળ પણ જીવ જ ભોગવે છે.
બધા કર્મ ભોગવવા પડે તેવો નિયમ નથી. પરંતુ જે ભોગવવા પડે, તે સ્વયં ભોગવે છે. કર્તા બીજો હોય અને ભોકતા બીજો હોય, તેવું બની શકતું નથી. જે કર્તા છે, તે જ ભોકતા છે.
કર્મ શબ્દ બધા સંપ્રદાય અને ધર્મોમાં પ્રયુકત થયેલો છે. લગભગ આ શબ્દ ક્રિયાબોધક છે. કર્મનો અર્થ જ છે જીવની ક્રિયા. પરંતુ જૈનદર્શનમાં તેના ઉપર ઘણો જ ઊંડાઈથી વિચાર થયેલો છે.
એક ગૂઢ વાત: કર્મનું તંત્ર જીવ સાથે જોડાયેલું છે અને તેના શુભાશુભ ફળમાં જીવ રસ ધરાવે છે, સુખ દુઃખનો અનુભવ કરે છે પરંતુ ખૂબી એ છે કે જીવ સ્વયં જ્ઞાન વૃષ્ટિએ કર્મના
SSSSSSSSSSSSSSSSSSSSS
SSSSSSSSSSSSSSSSSSSSSSS