Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

Previous | Next

Page 13
________________ વિખ્યાત સ્થપતિ લૂઈ કાહે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ કહ્યા હતા તે, તેમણે પોતાની જાતદેખરેખ નીચે રણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરોના શિલ્પ-સ્થાપત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે જોતાં, સાચું લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે તેમણે દાયકાઓથી જીર્ણ અવસ્થામાં પડેલાં તીર્થમંદિરની રોનક સુધારવાની યોજના ઘડી. ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલા રાણકપુર તીર્થ પુનરુદ્ધાર પામતાં નવી રેનક ધારણ કરી છે. કસ્તૂરભાઈએ ખૂબ જહેમત ઉઠાવીને જૂની કોતરણી જયાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાંત્યાં તેમાં ભળી જાય તેવી નવી કતરણી અને ભાત કારીગરો પાસે ઉપસાવરાવી હતી. એવું જ દેલવાડા, તારંગા અને શત્રુંજય તીર્થનું છે. દેલવાડાનાં દહેરાંના આરસના કુળને આરસ દાંતાના ડુંગરામાંથી મેળવતાં ખૂબ તકલીફ પડી હતી. જીર્ણોદ્ધારને ખર્ચ શિપીએ ઘનફૂટના પચાસ રૂપિયા કહેલે પણ શિલ્પ તૈયાર થયા પછી તે પચાસને બદલે બસો રૂપિયા થયેલો માલૂમ પડયો, પણ એટલી સુંદર પ્રતિકૃતિ બની હતી કે કસ્તૂરભાઈને કલાપ્રેમી આત્મા પ્રસન્ન થઈ ગયો અને વધુ ખર્ચને જરા પણ રંજ ન થયો. શત્રુંજય તીર્થમાં તેમણે જૂના પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય દરવાજા મુકાવ્યા છે અને મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની દેરીઓ અને તેમાંની મૂર્તિઓને વચ્ચેથી ખસેડી લીધી છે. ધર્મદષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજેને વિસ્તાર થાય છે તેવું છેદ્વાર પામેલાં આ ધર્મસ્થાને જોનારને લાગવાને સંભવ છે. એક અમેરિકન મુલાકાતીએ એક વાર કસ્તૂરભાઈને પ્રશ્ન કર્યો, “આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તો...” “મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈએ કહ્યું. “પણ પછી શું ?” “પછી શું થશે તેની મને જરાય ચિન્તા નથી.” “તમારું શું થશે તેને વિચાર આવે છે ખરો ?” “હું પુનજમમાં માનું છું.” “એટલે ?” જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પયઃ પહોંચી શકું છું. તેનો અર્થ એ થયો કે મારે મારું ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવું જોઈએ કે એ પદને માટે હું ક્રમે ક્રમે પાત્ર થતો જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 396