________________
સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ), હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ), પ્રાચ્ય વિદ્યા મંદિર (વડોદરા), હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, જૈન જ્ઞાનમંદિર (વડોદરા) તથા વીરબાઈ પાઠશાળા (પાલીતાણા) – ના ટ્રસ્ટીઓ અને અધિકારીઓએ આ વિદ્યાકામાં સહાયરૂપ થઈ મને ઉપકૃત કર્યો છે. પાટણની હસ્તપ્રત મેળવી આપવામાં પ્રા. અશોકભાઈ શાહ, પ્રા. નવનીત શાહ, ડો. સેમભાઈ પટેલ વગેરે મિત્રોએ ઘણે રસ લીધે અને હંસવિજયજી શાસ્ત્રસંગ્રહની હસ્તપ્રત મેળવી આપવામાં ડો. સુભાષ દવે અને ડો. દેવદત્ત જોશીએ ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો. વીરબાઈ પાઠશાળાની હસ્તપ્રત મેળવવા માટે તો અનેક મિત્રોએ પ્રવૃત્ત થવું પડયું – પન્નાલાલ શાહ, ગોવિંદજીભાઈ ડાયા, દિનકર પારેખ, મહેન્દ્રભાઈ ગોસર વગેરે. છેવટે મહેન્દ્રભાઈ ગોસરના પ્રયાસથી સંસ્થાના ટ્રસ્ટી શ્રી દેવજીભાઈ ખેનાની મુલાકાત થઈ શકી અને એમણે ખૂબ સંભાવપૂર્વક હસ્તપ્રત મને મળે એવી વ્યવસ્થા ગોઠવી આપી. એ સંસ્થાના વ્યવસ્થાપક શ્રી ચુનીભાઈ ખેનાએ પ્રેમપૂર્વક સવસહાય પૂરી પાડી. દેવચંદ્રસૂરિકૃતિ પ્રાકૃત આરામશોભાકથાનકના અનુવાદને પ્રથમ ખરડા પ્રા. શરદ પંડિતની સહાયથી થયો ને એને ડે. રમણીકભાઈ શાહે તપાસી આપ્યો. પ્રા. દિનેશભાઈ કંઠારીએ એક લોકવાર્તા પૂરી પાડી અને શ્રી જોરાવરસિંહ જાદવે કેટલીક સામગ્રી તરફ ધ્યાન દોર્યું. આ સૌ સ્નેહીજને પ્રત્યે તજ્ઞતા વ્યક્ત કર્યા વિના હું રહી શકતો નથી. આવું સંશોધન કાર્ય કેટલીબધી વ્યક્તિઓના સહકાર પર અવલંબતું હોય છે એની પ્રતીતિ આ પરથી થાય છે.
ડો. કનુભાઈ શેઠે હસ્તપ્રતવાચનની મારી તાલીમના આરંભકાળે માગદર્શન પૂરું પાડેલું અને એ બાબતમાં શ્રી જેસિંગભાઈ નાયક તથા શ્રી લક્ષ્મણભાઈ ભેજકની હંમેશાં સહાય મળતી રહી એને પણ કૃતજ્ઞતાપૂર્વક સ્મરું છું. પ્રા. કાંતિભાઈ શાહે પ્રફવાચનની જવાબદારી સ્વીકારી મારો ભાર હળવો કર્યો એ માટે એમને હું ઋણી છું. અમદાવાદ, ૨૭ એપ્રિલ ૧૯૮૯
જયંત કોઠારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org