________________
સંપાદકીય
પ્રાચીન હસ્તપ્રતના વાચનની તાલીમ લેખે વર્ષો પૂર્વે આરામશોભાવિષયક જૂની ગુજરાતીની કૃતિઓ હાથમાં લેવાનું બન્યું ને કૌતુકભાવથી આ વિષયની, જાણવા મળેલી સઘળી કૃતિઓ પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરતો રહ્યો. પાલીતાણાની વીરબાઈ પાઠશાળાની રાજસિંહની કૃતિની હસ્તપ્રત અપ્રાપ્ય રહી, ગ્રંથરચનાને કોઈ ગંભીર ઉદ્દેશ મનમાં ઊગ્યો નહીં ને બીજાં કામોમાં રાકાવાનું થયા કયુ તેથી આ સામગ્રી કેટલાંક વર્ષો એમ ને એમ પડી રહી. હજ વર્ષો સુધી પડી રહી હતી. એ સામગ્રી આજે ગ્રંથ રૂપે પ્રગટ થાય છે એને સઘળે યશ ડો. હરિવલ્લભ ભાયાણી અને ડો. કે. આર. ચન્દ્રાને ઘટે છે. 3. ભાયાણીએ સૂચન કર્યું અને ડે. ચન્દ્રાએ પ્રાકૃત જન વિદ્યા વિકાસ ફંડ તરફથી પ્રકાશનની વ્યવસ્થા ગોઠવી આપી. ડો. ભાયાણીના તે પરામશનનો લાભ પણ આ ગ્રંથને ભરપૂર મળ્યો છે ને ડે. ચન્દ્રાએ આ એક ઉત્તમ પ્રકાશન બને એ માટેના મારા ઉત્સાહમાં સહભાગી બની મને સર્વ પ્રકારની અનુકુળતા કરી આપી છે. બનેને હું હૃદયપૂર્વકને ઋણું છું.
ગ્રંથનું અત્યારે જે સ્વરૂપ છે તે તે વિષય સાથે કામ પાડતાં પાડતાં જ નીપજ્યું છે. આ સામગ્રી સ્વાભાવિક રીતે જ તુલનાત્મક અને કથાઘટકલક્ષી અધ્યયનને વિષય બને. એવા અધ્યયનના પ્રયાસમાંથી વિસ્તૃત ભૂમિકા-ખંડ રચાય. અર્થનિર્ણયના કેયડાઓને સામને કરતાં કરતાં ટિપણ-શબ્દકોશ વગેરે વિભાગનું કામ થયું. મધ્યકાલીન કૃતિના સંપાદનને લગતી અનેક ઝીણવટોમાં જવાનું થયું તે તો એક જુદે જ અનુભવ છે. (આની થેડી કથા હાલમાં જ પ્રગટ થઈ રહેલા મારા પુસ્તક “સાહિત્યિક તથ્યોની માવજત'માંના મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન એ લેખમાં વાંચવા મળશે.)
આમાંની એક કૃતિ “જિનહર્ષકૃત આરામશોભારાસ' કથામંજૂષા-શ્રેણીમાં પ્રગટ થઈ હતી ત્યારે અને આ પુસ્તક પ્રકાશન વેળા કીર્તિદા જોશીને હસ્તપ્રતવાચન વગેરેમાં સહકાર મળ્યો છે એની સાનંદ અને સાભાર નોંધ લઉં છું.
આ ગ્રંથપ્રકાશન હાથ ધરી અભ્યાસની એક ઉત્તમ તક પૂરી પાડવા માટે પ્રાત જૈન વિદ્યાવિકાસ ફંડ ને એના ટ્રસ્ટીઓને હું અત્યંત આભારી છું. હસ્તપ્રતો પૂરી પાડનાર સર્વ સંસ્થાએ – લાલભાઈ દલપતભાઈ ભારતીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org