________________ બેય સગી બહેનો હતી. એક બીબામાંથી ઢળેલી હતી. એટલે વિશિષ્ટ રૂપભેદ ન હતો. ચેલણાને સુયેષ્ઠા સમજી લઈ શ્રેણિક રવાના થઈ ગયા. શ્રેણિકનું ગમન થતા જ સુજ્યેષ્ઠાનું આગમન થઈ ગયુ. ન મળે ચેલણા કે ન મળે શ્રેણિક, હૃદયના ધબકારા વધી ગયા. શ્વાસ અધ્ધર થઈ ગયા. આંખે અંધારા આવ્યા. દુનિયા ફરતી લાગી. જીવનનું સર્વસ્વ લુંટાઈ ગયાનો ધ્રાસકો પડ્યો. ખ્યાલ આવી ગયો કે ખેલ ખતમ થઈ ગયો છે. રામનું સ્વપ્ન ભરતને ફળી ગયું છે. થોડી ક્ષણ ભારે વજાઘાત અનુભવ્યો. હા દેવ ! તે આ શું કર્યું? હો કર્મ ! તને આ શું સુજ્યુ? ઓ બુદ્ધિ ! લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોઢુ ધોવા જવાની શિખામણ તે ક્યાં આપી ? આવા મહાન પતિ મળ્યા પછી એક રત્નનો દાબડો મળે કે ના મળે શું ફેર પડવાનો હતો ? શ્રેણિકના દરબારમાં રત્નોની ક્યાં કમી હતી ? હવે ક્યાં જઉં ? કોને વિતક કહું ? કોને દોષ દઉં ? શું હજી બાજી સુધરશે ? ઘટસ્ફોટ થશે ? શું શ્રેણિક મને ફરી લેવા આવશે ? માની લો કે ના આવે તો ? આજીવન સતિ બનીને રહું કે બીજાને સ્વીકારી લઉ ? ના..ના... એક વખત મનથી પણ જેને પતિ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું તે સ્થાને હવે બીજાને તો સ્થાપન ના જ કરાય. આર્યદેશની અમૂલ્ય મર્યાદા છે, તેને કલંકિત ન જ કરાય. અસ્તુ, જે થયુ તે, કર્મને મંજુર હોય તે જ થાય છે. આપણી ધારણાઓ સફળ થાય એટલું પુન્ય પણ જોઈએ ને ? નિયતિને કોણ નાથી શક્યું છે ? | દોષ પણ કોને દેવો ? સિવાય કે મારા કર્મ, કર્મની આ કેવી મેલી રમત ? કેવો વિશ્વાસઘાત ? કેટલી નિર્દયતા ? હવે આ કર્મનો વધુ વિશ્વાસ ના થાય. તેને જડમૂળથી સાફ કરી નાખવામાં જ બહાદૂરી છે. ન જોઈએ હવે સંસાર, ન ખપે હવે સંસારના ભ્રામક સુખો, ન રૂચે હવે બીજો નાથ. હવે તો સાધનાની ધૂણી ધખાવી દગાબાજ કર્મોની હોળી ,,, ,,,